________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૨ ૩
ધર્મનું અને પોતાના અધિકાર ધર્મથી નીચેના ધર્મનું કદિ ખંડન ન થવું જોઈએ. ઉપર ઉપરના નયકથિત ધર્મની અપેક્ષાએ અધે અનય કથિત ધર્મની અશુદ્ધત તે અશુદ્ધ રમતા દેખીને સાપેક્ષનય દ ધર્મ પ્રરૂપણુનો ત્યાગ કરીને એકાન્ત ઉપદેશ ન દેવા જોઇએ. અમુક અપેક્ષાએ વિચારવાની વિચાર દડિયો છે તેવા તેઓને નય ભાસ પે ન પારેગુમાવવી જોઈએ. નીચાની અપેક્ષા એ ઉપરના ગુરુસ્થાનકે વા ઉપરના નો શુદ્ધ વ! શુદ્ધ કથક છે. પણે નીચાની અપેક્ષા ન લેવામાં આવે તે શુદ્ધ, કોની અપેક્ષાએ ઠરી શકે ! પરસ્પર નયેની સાપેક્ષતાએ પ્રત્યેક વસ્તુનું રવરૂપ અવબોધવું જોઈએ. ધર્માચરણમાં પણ નાની અપેક્ષાએ અને સ્વાધિકારભેદે ભેદ પડે છે. અમુક નય કથિત ધર્મની ક્રિયા છે રૂચિ પ્રાપ્ત થવાથી અન્ય નય કથિત ધમ ક્રિયા વા રૂચિનું ખંડન થતું નથી. હે ચેતન ! નયના સાપેક્ષ ચક્રમાં સમાતા એવા સર્વ ધર્મના રહસ્યરૂપ જૈન ધર્મનું પ્રમાદ દશા ત્યાગીને અપ્રમત્ત ગવડે આરાધના કર ! તારામાં અસ્તિરૂપે રહેલા જ્ઞાનાદિ અન્વયધર્મનું આરધન કરતાં છતાં નાસ્તિરૂપે રહેલા વ્યતિરેક ધર્મનું તે સહેજે આરાધન થાય છે.
સંવત ૧૯૬૮ ના ફાગણ સુદિ ૪ બુધવાર તારર-ર-૧ર પાદરા
શુપયોગ સમાધિમાં હે ચેતન ! તું વારંવાર રમણતા કર ! રાગ અને દેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરીને સ્વભાવમાં રમ. શુદ્ધ પરિણતિમાં જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ત્રણને સમાવેશ થાય છે. દર્શન જ્ઞાનને સહાય કરે છે. ચારિત્ર પોતે નાનને સહાય કરે છે. અર્થાત ચારિત્રથી જ્ઞાનની શુદ્ધિ થાય છે. તેમજ શાનથી ચારિત્રની શુદ્ધિ થાય છે. આત્માના ગુણોમાંજ ઉપયોગ રહેવાથી સંવરબાવ પ્રાપ્ત થાય છે. વિભાવ દશામાં પરિણમેલા આત્મ વાર્યને સ્વભાવ દશામાં ક્ષણે ક્ષણે પરિણભાવવું જોઈએ. આત્માના ઉપગથી અશુદ્ધ ભાવને પણ શુદ્ધ ભાવ તરીકે પરિણુમાવી શકાય છે. શુદ્ધપગમાં રમણતા કરવા માત્રથી જ અશુદ્ધ ભાવને નાશ થાય છે. દુર્ગુણોને નાશ કરવા માટે સદ્દગુણનું જ વારંવાર ધ્યાન ધરવું જોઈએ. જ્યાં ત્યાં દણને જોવા વા દુર્ગુણેમાં લક્ષ્ય રાખવું તેના કરતાં સશુ જ્યાં ત્યાં
For Private And Personal Use Only