________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
-
-
સમજાવવા પ્રયત્ન કરે. જે દર્શનના ધર્માચારો અન્ય દર્શન ધર્માચાર કરતાં પરિપૂર્ણ ઉત્તમ છે, એમ સમજાવવા પ્રયત્ન કરે. જેન દર્શનની સર્વોત્તમતા સમજાવીને અન્ય દર્શનીઓને જૈન ધર્મ પમાડે. અન્ય દર્શનીઓની જેન ધર્મ ઉપર રૂચિ થાય એ પ્રથમ બોધ દેવો પશ્ચાત સત્ય દેવ ગુરૂ ધર્મ અને અસત્ય દેવ ગુરૂ ધર્મમાં ભેદ સમજાય એ ઉપદેશ દેવો. અન્ય દર્શનીઓને અધિકાર પારખીને તેઓને જે જે ઉપાયો વડે બોધ થાય તે તે ઉપાયો દ્વારા ધર્મ પમાડવા પ્રયત્ન કરવો. ધર્મ બિન્દુમાં અન્ય ધર્મીઓને જૈન ધર્મ પમાડવા માટે કયા કયા ઉપાયો
જવા તે સંબંધી સારો ઉપાય બતાવ્યો છે. મિથ્યા દષ્ટિ જીવોને પ્રથમ તે માર્ગનુસારપણને ઉપદેશ દેવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને જીવોની યોગ્યતા પ્રમાણે તેઓને જૈન ધર્મને ઉપદેશ આપવાથી ધારેલી ધારણું સિદ્ધ થાય છે. જમાનાને અનુસરી ઉપદેશ આપવાની રીતિમાં ફેરફાર થયા કરે છે. ગીતા ઉપદેશ દેવાની પદ્ધતિને જાણી લે છે, અને જૈન ધર્મની વૃદ્ધિ કરવામાં બાકી રાખતા નથી. શાન્ત અને અવસરજ્ઞ વિદ્વાન, ઉપદેશક મુનિવર ઉપદેશ દેવાની રીતિને સમજી શકે છે.
સંવત ૧૯૬૮ ફાગણ સુદિ ૩ બુધવાર તા. ર૧-૨-૧૯૧ર પાદરા.
આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ ગુણેમાં રમણતા કરવાથી ગમે તે લિંગમાં રહેલા મનુષ્યને મોક્ષ થાય છે. હે આત્મન !!! બાહ્ય સર્વ વસ્તુઓ છે તે તું નથી અને તે વસ્તુઓમાં ઇષ્ટવ નથી. મનથી થએલી ઈષ્ટાનિષ્ટ કલ્પનાથી બાહ્ય વસ્તુઓમાં લેપાવું જોઈએ નહિ. દ્રવ્યાનુગ જાણુને તારે ચરણ કરણનુગલી ધર્મપ્રવૃત્તિ સ્વાધિકાર પ્રમાણે આદરવી જોઈએ. શુદ્ધ પિતાના સત્તગત ધર્મને પ્રકટાવવાને તેમાં સ્થિર ઉપયોગ ધારણ કરવાની જરૂર છે, આભામાં રમણતા કરીને અશુદ્ધ ધર્મકરણને શુદ્ધ ધર્મ કરણ રૂપે પ્રવર્તાવવું જોઈએ. મન, વચન અને કાયાની ચંચલતા વારીને આત્મવીર્યની અચલતા કરવી જોઈએ. વિચારભેદ અને અધિકારભેદે કથાતા એવા સાતનય પ્રતિપાઘ ધર્મને એકાંતનયથી કદિ ઉપદેશ ન દેવાય એમ ઉપગ રાખવા જોઈએ. પિતાના અધિકાર ધર્મથી ઉપરના
For Private And Personal Use Only