________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૨૨૧
આંખના કરતાં પ્રત્યેક બાબતમાં મનને ત્રણ વા ચાર ગણી મહેનત આપ્યા વિના જ્ઞાનના ઉંડા પ્રદેશમાં પ્રવેશ થઈ શકતો નથી. વાચન, પૃચ્છનાદિ નિયમ વડે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે વિષય વાંચવામાં આવે તે વિષયમાં મનને સ્થિર કરવું જોઈએ. જે વિષય વાંચવામાં આવે તેની સાથે મનની એકતા થવાથી તે વિષયની ખરી ખૂબિના હૃદયમાં ભાસ થાય છે. ઉપાટીયા વાચનથી ઉચેટીયું જ્ઞાન મળે છે, પણ વસ્તુનું ખરું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કોઈ પણ બાબતને વાંચીને તેની મૂર્તિને હૃદયમાં ખડી કરી તેના વિચારમાં લીન થઈ જવું જોઈએ. હૃદયપટપર વાંચેલી બાબતનું ચિત્ર બરાબર પડે એવી રીતે વાંચીને પશ્ચાત તે બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવાને તે બાબતમાં ખૂબ ઉંડા એવા ઉતરી જવું કે જેથી અન્ય વસ્તુનું સ્મરણ પણ ન થાય. આ પ્રમાણે પુસ્તક વાચન વા સ્વાધ્યાય વગેરે કરવામાં આવે તો પ્રતિદિન જ્ઞાનની વૃદ્ધિ થાય અને તત્વજ્ઞાનને આનન્દ પ્રાપ્ત કરી શકાય. વિષય કષાયમાંથી ચિત્તને પાછું ખેંચીને જ્ઞાનાભ્યાસમાં સ્થિર કરવામાં આવે છે તે જ્ઞાનની વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ ક્યા ક્યા હેતુથી થાય છે, તેને જે અભ્યાસ કરે છે, તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સંવત્ ૧૯૬૮ ના ફાગણ સુદિ ૨ મંગળવાર તા. ૨૦-ર-૧૨ પાદરા
અન્ય ધર્મવાળાઓને પ્રતિબંધવા માટે ઉદ્યમ કરનારાઓએ અન્ય ધર્મીનાં શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરે જેઇએ. અન્ય દર્શનીઓને તેઓના માન્ય ગ્રન્થોના દાખલાઓ આપીને તેને સમજાવવાથી તેઓ. નામાં વિશ્વાસ બેસાડીને જૈન દર્શનના સિદ્ધાંતના આધારે સમજાવવા. અન્ય દનીઓ કરતાં જૈન દર્શનના સિદ્ધાંતની ઉત્તમતા સમજાવવા પ્રયત્ન કરીને તેઓને જૈનાગની પ્રમાણિકતાની સિદ્ધિ કરી બતાવવી. અન્ય દર્શનનાં તત્ત્વો કરતાં જૈન દર્શનનાં તાની ઉત્તમતા સમજાવવી. અન્ય દર્શનની એકાન્તતા અને જૈન દર્શનની અનેકાનતા સમજાવવી. સર્વ પ્રણીત જેને દર્શન છે. એમ આગમોના આધારે સિદ્ધ કરી બતાવવું. બહિરંગ અને અન્તરંગથી જૈન દર્શન ઉત્તમ છે એમ દાખલા દલીલોથી
For Private And Personal Use Only