________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
MAN
nonnnnnnnnnnn
વ્યવહારમાંથી શુભ વ્યવહારમાં અને શુભ વ્યવહારમાંથી શુદ્ધ વ્યવહારમાં પ્રવૃત્તિ કરવા ઉપાયે જવા. વ્યવહારનય નિમિત્ત કારણ છે અને વિશ્વ વનય ઉપાદાન કારણ છે. આત્માના ગુણોને પ્રકટ કરવા માટે કોઈ પણ નિમિત્ત કારણરૂપ વ્યવહારનું અવલંબન કર્યા વિના કોઈને પણ છુટકો થવાનો નથી. ગુહાવાસમાં રહેલા તીર્થકરો પણ આત્માના ગુણો પ્રકટાવવા માટે સાધુ દીક્ષારૂપ વ્યવહારને અંગીકાર કરે છે. મન, વચન અને કાયાના યોગની ગુપ્તિ કરવા માટે જે જે બાહ્ય પ્રયત્નો કરવામાં આવે છે તે સર્વ વ્યવહાર છે. તેરમા ગુણ સ્થાનકમાં ગયેલા તીર્થંકરો પણ વ્યવહાર ધર્મને ચલાવે છે, કેવલી ભગવાન આહાર પાણી કરે છે. દેશનાદિ છે અને તીથોદિ સ્થાપે છે, એ સર્વ વ્યવહાર છે. વ્યવહાર કથિત જે જે ઉપાયમાં પ્રવૃત થવું હોય તે પહેલાં તેનું જ્ઞાન કરવાની અત્યન્ત જરૂર છે. ક્રિયાઓના મૂળ રહસ્યને સમજીને ધાર્મિક ક્રિયાઓને પિતાના અધિકાર પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ. વ્યવહાર ક્રિયાની સાધનાનું મૂળ રહસ્ય આત્માના પરિણામની શુદ્ધિ કરવી તેજ છે. એ વાત ભૂલવી ન જોઈએ. નિશ્રયદષ્ટિ હૃદયમાં ધારણ કરીને વ્યવહારની આરાધના કરવી જોઈએ. જે કારણથી કાર્યની અમુક અંશે સિદ્ધિ ન થાય તે અકારણું કહેવાય. મનની શુદ્ધિદારા આત્માના ગુણોને આર્વિભાવ થાય અને મેહનું જોર ટળે તેમ પ્રવૃત્તિ કરવી તે વ્યવહાર ધર્મ છે.
સંવત્ ૧૯૬૮ ફાગણ સુદિ ૧ સેમવાર તા. ૧૯-૨-૧૯૧૨ દરાપરા.
હેયય અને ઉપાદેયની બુદ્ધિ પૂરક દરેક પુસ્તકો વાંચવાં જોઈએ. પુસ્તક વાંચવામાં પિતાને અધિકાર વિચારવું જોઈએ. કયા દળ સેનકાલ અને ભાવથી કયા પુરૂષે પુસ્તક રચ્યું છે અને તેમાંથી શું શું ગ્રહણ કરવા લાયક છે તેને વિવેક કરવો જોઈએ. પુસ્તક વાંચીને તેમાંથી મુખ્ય મુદ્દાઓ તારવી કાર જોઈએ. ક્યા અનુયોગને અનુસરીને તે મુદ્દાઓ છે તેના
ખ્યાલ કરવો જોઈએ. જેટલા ભાગ વાંચે તેમાં જેટલો સમય લાગે તેના કરતાં ત્રણ ઘણો કાલ તેના મનમાં ગાળવો જોઈએ. જે જે ઉપયોગી પ્રથા વાંચવામાં આવે, તેના હૃદયમાં દઢ સંસ્કાર પાડવા જોઈએ.
For Private And Personal Use Only