________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ માહુ વિદ ૧૪ શનીવાર તા. ૧૭-૨-૧૯૧૨ કરજણ, ભક્તિ કરવાથી-પરમાત્માના ગુણાની સાથે લીનતા થઇ જાય છે, ત્યારે શાન્ત સુધારસ સ્વાદના કઇંક ભાસ થાય છે. આત્માને પરમા માની સન્મુખ કરવા ોઇએ. સૂર્યની સામે સબન્ધ ધરાવનાર કમલ જેમ જલમાં નિર્લેપ રહી શકે છે તેમ પરમાત્માની સામી દૃષ્ટિ ધારણુ કરનાર આત્મા પણ સંસારરૂપ જલમાં નિર્લેપ રહી રાકે છે. પરમાત્માની સાથે આત્માના પ્રેમભાવ અધાતાં આત્માની મલીનતા ટળી જાય છે. પરમા ભાના ઉપર ધારણ કરેલી પ્રીતિ વસ્તુતઃ પાતાના આત્માની ઉચ્ચ દશા કરવાને સમર્થ બને છે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમથી સંબંધ બાંધ્યા વિના મુક્તિના પગથીએ ચઢી શકાતુ નથી. પરમાત્માના ગુણાની ભાવનામાં લીનતા થતાં આત્મા પોતાનામાં સત્તાએ રહેલા ગુણાને પ્રકટ કરે એમાં કંઇ આશ્ચર્ય નથી, પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને અમ્રુદ્ધ પ્રેમને! નાશ કરવા જોઇએ. દુનિયાના સર્વ જીવાપર શુદ્ધ પ્રેમ પ્રકટે ત્યારે સમજવું કે પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ સંબંધ અંધાયા છે. પરમાત્માની ભક્તિ કરનારાઓના હૃદયમાં દુનિયાપર શુદ્ધ પ્રેમ પ્રકટવા જોઇએ, અને સ વેાને મિત્ર સમાન ભાસવા જોઇએ. પરમાત્માની ભાવના ભાવતાં પોતાને આશ્માજ પરમાત્મા રૂપ ભાસે ત્યાં સુધી પરમાત્માની ભાવના ભાવવી જોઇએ. ઉપાધિ અને પરમાત્માની ભક્તિ એ એ એક કાલમાં થઇ શકતાં નથી.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
૨૧૭
સવત્ ૧૯૬૮ માહે વઢે ૦)) રવિવાર તા. ૧૮-૨-૧૯૧૨. ઘંટાલા.
વ્યવહાર અને નિશ્ચયનય એ એને માન્યા વિના સમ્યકવની પ્રાપ્તિ થતી નથી. ચંદ્ર અને સૂર્યની પેઠે વ્યવહાર અને નિશ્ચયનય જગતમાં વિજય વંત વર્તે છે. વ્યવહાર કારણ છે અને નિશ્ચય કાર્ય ભૂત છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં વ્યવહારનય નિમિત્ત કારણ છે, જે મનુષ્ય વ્યવહારનય કથિત ધર્મ ની ઉત્થાપના કરે છે, તે જૈન શાસનની ઉત્થાપના કરે છે. નિશ્ચયનય પ્રાપ્ત ચેતનના શુભાદિ અધ્યવસાયથી પડતા પ્રસન્નયંદ્ર રાજર્ષિની પેઠે વ્યવહારનય આલંબન આપીને પુનઃ ધર્મમાં સ્થિર કરે છે. અશુભ