________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
સંવત ૧૬૬૮ ની સાલના વિચારો.
ખ
. 3
જનક
સંવત્ ૧૯૬૮ માધ વદિ ૧૩ શુક્રવાર તા. ૧૬-૨–૧૨ કરજણ.
મનુષ્ય વિના પ્રજનની અને રાગ દ્વેષ વૃદ્ધિકારક વાત કરીને પિતાની જીદંગીને ઘણો વખત નકામો ગાળે છે. જેનાથી આર્તધ્યાન અને રીન્દ્ર ધ્યાન વધે એવી વાતે કરવાથી આત્માના ગુણોનું આચ્છાદન થાય છે. જેઓ આત્માની શકિત પ્રાપ્ત કરવાને માટે સાધુઓ થયા છે તેઓએ નકામી કુથલી કરવી જોઈએ નહિ. નકામો વખત ગુમાવવો નહિ. એમ સાધુઓએ પોતે વર્તીને ગૃહસ્થાને શિખવવું જોઈએ. ઔદાયિક ભાવને પર વસ્તુ જાણુને ઉપશમાદિ ભાવોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે સ્થાનકે વા જે આશ્રય લેવાથી મનની ચંચલતા ટળે એવા ઉપાયો ચોજવા જોઈએ. જેની સંગતિ કરવાથી દુર્ગુણેને ટાળવાનું મન થાય અને સદગુણોને સેવવાનું મન થાય તેની સંગતિ કરવી જોઈએ. જે રીપ सो पुछीए, तामे धरीए रंग ॥ या ते मिटे अबोधता, बोधरुप बहे
જ ૨ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે આ દુહામાં કર્તવ્ય કાર્ય કહેવાને તથા પૂછવાને સારે ઉપદેશ દીધું છે. દુનિયામાં અમુલ્ય એવા મનુષ્ય જન્મ પામીને મોક્ષ માર્ગપ્રતિ પ્રયાણ કરવું જોઈએ. પ્રમાદને બેલાવવા પડતા નથી. તે તો વિના બોલાવ્યા આવે છે અને ઉપશમાદિ ધર્મ પ્રાપ્ત કરવાને માટે તે ઉદ્યમ કરવો પડે છે. દુગુણે તો રસ્તામાં જતાં કાંટાની પે વળગી પડે છે, અને સદ્દગુણે ના રત્નની પઠે દુઃખ વડે પ્રાપ્ત થાય છે. ધમાધમ જેમાં હોય એવા ધર્મમાં તો સહેજે બાળજીવેની રૂચિ થાય છે પણ ઉપામાદિ ધર્મમાં તે જ્ઞાનદશા થયા વિના અને પ્રમાદને પરિહાર કર્યા વિના રૂચિ થવી દુર્લભ છે. ધર્મની વાર્તાઓ કરવામાં જ્ઞાનદર્શન અને ચારિત્ર માર્ગ પ્રતિ પ્રયાણ થાય છે. આત્માના આનંદ ગુણની જે કરવાથી પ્રતીતિ થાય તેવા ઉપાયો આદરવા જોઈએ. આત્માના સહજાનંદ ગુણની પ્રાપ્તિ કરવા માટે આત્માના ગુણોના ઉપાસક બનવું જયએ. આત્માના સ્વરૂપમાં જ્યારે સ્થિરતા થાય છે, ત્યારે આનન્દ પ્રટયા વિના રહેતો નથી,
For Private And Personal Use Only