________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સર્વ પ્રકારના સ્વાર્થને ત્યાગ કરીને ત્યાગી બનેલા મુનિવરોએ પ્રમાદને ત્યાગ કરીને ધર્મને ઉપદેશ દેવા પ્રયત્ન કરવો જોઈએ. બાલજીને સરળપણે સમજાય એવા પ્રકારનાં ધાર્મિક પુસ્તક લખીને સર્વત્ર જેનધર્મનો પ્રચાર કરવા સાક્ષર જૈનેએ ઉધમ કરે. જૈનશાસનની જેઓને દાઝ છે તેવા જ્ઞાની સાધુઓએ નિર્બલવનો ત્યાગ કરીને જૈનશાસનને વધારે કરવા પ્રયત્ન કરવો જોઈએ. જૈનશાસનની દાઝ જેના હૃદયમાં છે, તેવા જૈન પિતાનું સર્વસ્વ જૈનધર્મની ઉન્નતિ અર્થે સમર્પણ કરે છે. આમ બળને ફેરવ્યા વિના પિતાને ઉદ્ધાર પણ થવાનો નથી. શુષ્કજ્ઞાની અન્યનું શ્રેય કરવા પ્રયત્ન કરી શકતા નથી. વ્યવહારમાર્ગને અવલંબીને અને નિશ્ચયેષ્ટિ હદયમાં ધારણ કરીને જૈનધર્મનું સેવન કરનારાઓ પિતાનું પણ સાધે છે અને પ્રસંગોપાત્ત અન્ય મનુષ્યનું પણ શ્રેયઃ કરવા ચૂકતા નથી. જૈનધર્મનાં તત્ત્વોને ફેલાવો કરવાને માટે જે ઉપદેશ ઉઘમ કરે છે, તેઓ તીર્થકર નામકર્મને બાંધે છે. જૈનશાસનની ઉન્નતિ કરવાને જેના મનમાં અધ્યવસાય પ્રકટે છે, તે મનુષ્યને ધન્યવાદ ઘટે છે. જૈનશાસ્ત્રોને અંતમાં ઉંડા ઉતરીને જેઓએ અભ્યાસ કર્યો છે, તેમજ પરદર્શન દ્વિતનું રહસ્ય જેઓએ પ્રાપ્ત કર્યું છે તેઓ જૈનધર્મના ખરા ઉપદેશક બની શકે છે.
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૧૦ સેમવાર તા. ૧૨-૨-૧ર ઝધડીઆ.
નવો નદીનો પ્રવાહ બનાવવો તે મેઘના હાથમાં છે. નદી કંઇ અન્ય નદીનો પ્રવાહ બનાવવાને શકિતમાન થતી નથી. તેમ વિચારરૂ મેઘથી આચારરૂપ નદીનો પ્રવાહ ઉપન થઈ શકે છે. નદીના આકારને ફરાર કરવાને મેઘ શક્તિમાન થાય છે. આચારોને મુખ્ય આધાર ખરે ખર વિચાર ઉપરજ છે. દુનિયામાં જેટલા ક્રિયાના આચાર દેખાય છે, તેની પૂર્વે તે તે આચારને ઉત્પન્ન કરનાર અમુક અમુક વિચારો થયા હતા એમ કહેવામાં અનુભવ પ્રમાણે છે. જ્ઞાન પૂર્વે અને ક્રિયા પશ્ચાત્ એવો સ્વાભાવિક નિયમ છે. મનુષ્યના અમુક પ્રકારના આચારોથી તેના મનમાં અમુક વિચારો હેવા જોઇએ એમ અનુમાન થાય છે. કોઈપણ બાબતના વિચાર કરતાં કરતાં
For Private And Personal Use Only