________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૧૩ -~સંકલ્પને દબાવવાથી અને સમભાવ વિચાર શ્રેણિથી આત્માનું ધ્યાન ધરવાથી આત્માનું સહજ બળ અમુક અંશે પ્રકટ થતું જાય છે. આત્માના અનેક ગુણોમાંથી કેઈપણ એક ગુણ સંબંધી દીર્ધકાલ પર્યત વિચાર, કરો. આત્માના ગુણોને પ્રકટાવવામાં વિનભૂત થતા મોહ વિક્ષેપને હઠાવવા પ્રયત્ન કરો. પરમાત્માની સાથે આત્માનું એકય કરવાથી અને પરભાવનું ભાન ભૂલી જવાથી રાગ દ્વેષની પરિણતિને અવરોધ થાય છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એક્તા જેટલા કાલ પર્યત થાય છે, તેટલા કાલ પર્યંત અન્ય વસ્તુમાં ચિત્ત લાગતું નથી. ધ્યાનમાં પરમાત્માની સાથે આત્માનું ઐક્ય કરવાથી પરમસુખરસનો આસ્વાદ કરી શકાય છે. પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એ ત્રણ સાલંબન ધ્યાન કહેવાય છે. એ ત્રણ ધ્યાનનું સ્વરૂપ જાણ્યા બાદ એ ત્રણ સાલંબન ધ્યાન વડે આત્માને ધ્યાઈ શકાય છે. સાલંબન ધ્યાનની ભૂમિકા સ્થિર કર્યા પશ્ચાત નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે. સાલંબન ધ્યાનને સવિકલ્પ ધ્યાન કથે છે. રૂપાતીત ધ્યાનને નિરાલંબન ધ્યાન કળે છે. સાલંબન સવિકલ્પ ધ્યાન કારણ છે અને નિરાલંબન (નિર્વિકલ્પ) ધ્યાન કાર્ય છે. શુભ અને અશુભ વિચારના અનુસારે મનુષ્ય શુભ અને અશુભ ધ્યાનમાં પ્રવર્તે છે. અશુભ ધ્યાનને વારવું હોય તે મોટામાં મોટે ઉપાય એ છે કે શુભ વિચારનું વિશેષતઃ સેવન કરવું.
સંવત ૧૯૬૮ માઘ વદિ ૮ તા. ૧૧-ર-૧ર અંકલેશ્વર
જૈનધર્મોપદેશકોએ ગામેગામ પરિભ્રમણ કરીને જૈનતાને ઉપદેશ દેવો જોઈએ. જૈનતાના વિચારોને દેશદેશ અને ગામેગામ ફેલાવો કરવો જોઈએ. હજારો સંકટો વેઠીને પણ મનુષ્યને દેવગુરૂ અને ધર્મની શ્રદ્ધા કરાવવી જોઈએ. તનતેડીને જૈનધર્મના વિચારને ફેલાવો કરવા અનેક ઉપાયોથી પ્રયત્ન કરવો જોઈએ. એક મરણીઓ સેને ભારે તેની પેઠે એક આત્મભોગ આપનાર જ્ઞાની પુરૂષ ખરેખર લાખો મનુષ્યોને જૈનધર્મની શ્રદ્ધા કરાવે છે. હાલ જૈનધર્મનો ઉપદેશ દેવાને સર્વ પ્રકારની સારી સગવડતા છે. જ્ઞાની જેનેએ જમાનાને લાભ લેવા ચૂકવું ન જોઈએ.
For Private And Personal Use Only