________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૦
www.kobatirth.org
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારા.
સંવત્ ૧૯૬૮ માઘ વિટ્ટ ૫ બુધવાર તા. ૭-૨-૧૯૧૨
સુરત.
*
સાધુ, સાધ્વી, શ્રાવક. શ્રાવિકા, છÍાર, જ્ઞાન અને ચૈત્ય એ સાત સુક્ષેત્ર ગણાય છે. જૈનધર્મીઓ વધે તે માટે જે દાન દેવામાં આવે છે. તેને સુપાત્રાન કહેવામાં આવે છે. જે ક્ષેત્રની મદતા થઇ ગઇ હોય, તે ક્ષેત્રમાં દાનની આવશ્યક્તા છે. જે ક્ષેત્રમાં દાન વાપરવાથી જૈનધર્મના દુનિયામાં ફેલાવા થાય તે ક્ષેત્રમાં દાન કરવુ જોઇએ. ધાર્મિક જ્ઞાન ક્ષેત્રના ઉલ્યથી અન્ય ક્ષેત્રા પર પ્રકાશ પડે છે. ચતુર્વિધ સંધને જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવાં કાર્યો કરવામાં ધનના વ્યય કરવા જોઇએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ઉપયોગ રાખીને સાત ક્ષેત્રમાં વિવેકથી દાન કરવું જોઇએ. જેમાના વધારા થશે અને જૈન કામ જો દુનિયામાં ટકી રહેશે તેા અન્ય ક્ષેત્રા પશુ ટકી શકશે. માટે ચતુર્વિધસંધની અનેક પ્રકારે ઉન્નતિ કરવા પ્રયત્ન કરવા. પાતાના આત્માના સમાન સર્વ આત્મામને માનનાર મનુષ્યા જૈનધર્મની ઉન્નતિ કરી શકે છે. વાતેા કરે વડાં થતાં નથી. જૈનધર્મ પ્રચારની વાત કરવા માત્રથીજ એકાન્ત ઉન્નતિ કરી શકાતી નથી. જૈનેતર મનુષ્યાના આત્માઓને શુદ્ધ સ્વરૂપમાં આણુવા માટે મન, વચન, કાયા અને ધનને ભોગ આપવા જોઇએ. સેવાધમ સ્વીકારીને અન્યાને જૈન કરવાને માટે અન્ય મનુષ્યાના આત્મામાની સેવા કરવી જોઇએ, કુસંપ આદિને ત્યાગ કરીને જૈનાની ઉન્નતિ માટે પોતાનું સર્વસ્વ અર્પણુ કરવું જોઇએ. દાન કરતાં ત્યાગ તે અવશ્ય થતા હાવાથી દાનીને ત્યાગ ગુણુ સહેજે પ્રાપ્ત થાય છે. મમત્વ પરિણામના ત્યાગ કર્યાં વિના દાન દેઈ શકાતુ નથી. જેટલા મમત્ર પરિણામને ત્યાગ તેટલા આત્મધ ના આવિર્ભાવ અવમેાધીને સાત ક્ષેત્રમાં દાન કરવુ જોઇએ.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
*