________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૦૯
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૪ મંગળવાર તા. ૬-૨-૧૯૧૨.
સુરત. દ્રવ્ય અભયદાનથી મનુષ્યો તીર્થકરને પદવી પ્રાપ્ત કરે છે. ભરતા જીવોને બચાવવાથી મહાન લાભ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અન્ય જીવોને અભયદાન આપે છે, તેઓ પિતાના આત્માને નિર્ભય બનાવે છે. અભયદાન આપવાથી અભય મળી શકે છે, એમાં જરા માત્ર શંકા નથી. પિતાને કઈ અભય આપે તે જેટલો આનન્દમળે છે તેટલો આનન્દ ખરેખર ! અન્ય જીવોને અભયદાન આપવાથી મળે છે. જેઓ અભયદાન કરે છે તેને
ને ત્રણ ભુવનનું એશ્વર્ય પ્રાપ્ત થાય છે. અભયદાન દેનારે પાપકર્મને નાશ કરે છે અને પુણ્યની રાશિ પ્રાપ્ત કરે છે. પશુઓ અને પંખીઓ વગેરે પ્રાણુઓના પ્રાણ બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પૂર્વે આર્યાવર્તમાં ઘણી દયા હતી. હાલ ઘણું પશુઓની કતલ થાય છે; ઘણું પશુઓ ભૂખ્યાં મરી જાય છે. દયાના ભક્તો તેઓને અભયદાન દેવા પ્રયત્ન કરે છે. દયાના વિચારો જગતમાં ઘણું ફેલાવાથી અભયદાન દેનારા મનુષ્યોની સંખ્યામાં વધારો થશે. અભયદાનનું માહાત્મ્ય સમજાવે એવા ઉપદેશકે અને એવા ગ્રંથોની ઘણું જરૂર છે. જે ધર્મમાં દયા નથી એ ધર્મ ગણી શકાય નહિ. દયારૂપ નદીના તીરે ધર્મરૂપ અંકુરાએ ઉગી નીકળે છે. અભયદાન દેવામાં ઉત્તમ મનુષ્યો પિતાની ફરજ સમજે છે. ઈગ્લાંડ અને અમેરિકામાં પણ ધ્યાન તને પ્રકાશ થવા લાગ્યો છે. અભયદાન દેનાર છે આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે. અનેક પ્રકારના દાનમાં અભયદાનને પ્રથમ નંબર છે. અભયદાન દેનારાઓએ કોઈપણ પ્રકારના ક્ષણિક ફળની ઈચ્છા રાખ્યા વિના પિતાની પ્રવૃત્તિ જારૂ રાખવી. સંપ્રતિ, અશોક અને કુમારપાળ વગેરે રાજાઓએ પશુઓ અને પંખીઓની પાંજરાપો બંધાવીને ઉત્તમ કલ્પવૃક્ષનાં બીજ વાવ્યાં હતાં. દયા એ સાર્વજનિક ધર્મ છે. સર્વ ધર્મવાળાઓએ દયાને ફેલાવો કરવા પ્રયત્ન કરવા જોઈએ. રાજ્યની શાન્તિના સમયમાં દયા તત્વને પ્રકાશ વધતા જાય છે. જેમ જેમ જગતમાં જ્ઞાનને પ્રચાર વધતો જશે અને દુનિયાના લોકોનું ધર્મ પ્રતિ વલણ વિશેષતઃ વળશે તેમ તેમ તેઓની દૃષ્ટિની આગળ દયાની દેવી દેખાશે. અભયદાનને ફેલાવો કરનારા ઉચ્ચગતિ અને ઉચ્ચસુખને પામ્યા વિના રહેતા નથી.
27
For Private And Personal Use Only