________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૮ ની સાલના વિચારે.
२०७
સંવત્ ૧૯૬૮ માઘ વદિ ૨ રવિવાર, તા. ૪-૨-૧૯૧ર,
સુરત-પીપુરા. જગતને ઉત્તમ બનાવવું હોય તે સુવિચારેનો ફેલાવો કરે જોઈએ. સુવિચારોને પ્રવાહ મેઘની પેઠે જગતમાં જ્યાં જ્યાં પૂર જોશમાં ફેલાશે ત્યાં ત્યાં સદાચારો રૂ૫ અંકુરો પ્રકટી નીકળશે. સુઆચારોને આધાર સુવિચાર ઉપર છે. દુનિયાની વાસ્તવિક ઉન્નતિ કરનાર સુવિચારે છે. હિંસા, જૂઠ આદિ જ્યાં જ્યાં આચારે દેખવામાં આવે છે ત્યાં ત્યાં પૂર્વે કુવિચારો હોવા જોઈએ એ નિયમ છે. સુવિચારોના બળ વડે મનુષ્ય ઉત્તમ કાર્યો કરવાને માટે શક્તિમાન થાય છે. સુઆચારમાં એકદમ પ્રવેશ ન થાય તે હિમ્મત હારવી નહિ પણ સુવિચારોનો પ્રવાહ વહેવરાવવા પ્રયત્ન કરવો. સુવિચારોની ભાવનાનું બળ એકત્ર થતાં સુઆચાર પિતાની મેળે કાયા અને ઇન્દ્રિ દ્વારા પ્રકટ થાય છે. સુવિચારોના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તેનામાં પણ સુવિચાર પ્રકટી નીકળે છે. મનને નઠારા વિચારથી પાછું વાળીને સદાકાલ મનમાં વિચારો કર્યા કરવા. સમુદ્રમાં એક તરંગ જેમ બીજા તરંગને પ્રકટાવવા સમર્થ થાય છે તેમ મનમાં જેટલા જોરથી એક સુવિચાર પ્રકટે છે તેટલા જોરથી તે અન્ય સુવિચારને પ્રકટાવવા સમર્થ થાય છે. સુપચાર કરતાં કુવિચારમાં બળ વિશેષ હોય છે તે સુવિચારને તે હઠાવી દે છે, કુવિચરે ને એકવાર હઠાવી દીધા એટલે નિશ્ચિત્ત બની જવું નહિ. કારણ કે કુવિચારેથી મનમાં જે જે સંસ્કારે પડ્યા હોય છે તે પુનઃ વિચારની સંગતિવા તેવાં કારણે મળતાં જાગ્રત થાય છે. માટે મનમાં વારંવાર ધર્મના સુવિચારો કરીને મોહના કુવિચારોના સંસ્કારોને પણ મૂળમાંથી ઘસી નાંખવા જોઈએ. શુભ અને શુદ્ધ વિચારમાં મનને સદાકાલ જોડી દેવાથી રાક્ષસની પેઠે મન, અન્ય ઉત્પાત કરવા સમર્થ થતું નથી. મનમાં જે જે વિચારો થાય તે તે ઉપેક્ષાથી જોયા કરવા, અને કુવિચારોને પ્રકટ થતાને થતાજ વારવા. મનમાં એક કલાક પર્વત ભાવના યુકત કરેલ એક શુભ વિચારની જેટલી કિંમત છે તેટલી કિંમતને પહોંચી વળવા અન્ય કઈ અનુષ્ઠાન સમર્થ થતું નથી. શુભવિચારોની ભાવનાનું ફળ સ્થૂલ ભૂમિકામાં એકદમ ન દેખાય તેથી શુભવિચારોની ભાવનાથી કદિ પાછા હઠવું નહિ.
For Private And Personal Use Only