________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ માઘ વદિ ૧ શનિવાર તા. ૩-ર-૧૯૧૨.
સુરત-ગોપીપુરા. આ કાલમાં સાધુ ગુરૂતવનો નિશ્ચય કરવામાં કેટલાક શ્રાવક શંકાશિીલ રહે છે. કેટલાક કહેવાતા શ્રાવકે પોતે ચારિત્રમાર્ગને આગમોના અનુસારે જાણી શક્તા નથી, તેથી તેઓ ગુરૂકુલવાસ વા જ્ઞાનપરંપરાના અભાવે પોતાના પગ પર કુહાડો મારવાની પેઠે જૈનશાસનના રક્ષક-પ્રવર્તક એવા સાધુઓના પ્રતિકુલ બનીને જૈનશાસનની વૃદ્ધિમાં વિઘકારક બને છે. ઉત્સર્ગ માર્ગપ્રરૂપક આચારાંગાદિ સૂત્રો અને કારણે અપવાદ પ્રરૂપક છ છેદ સૂત્ર આદિ આગમોના રહસ્યો જે ગુરૂગમથી નહિ સમજનારા શ્રાવકે પરિપૂર્ણ ચારિત્રજ્ઞાનના અભાવે સાધુ ગુરૂઓ ઉપર અરૂચિ કરીને તેઓના નાશક બને છે, તેથી તેઓ ચારિત્ર માર્ગ સમ્મુખ થઈ શક્તા નથી, અને તેથી તેઓને ઘણું કાલપર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. રાગ અને દેષને આધીન થએલા કેટલાક સાધુઓ બાળ જીવોને સાધુ ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય એવો ઉપદેશ આપે તો તે પણ જૈનાગમોના અજાણ છે, અને તેથી તેઓ પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે એમ જાણવું. ઉતસર્ગ ભાગ રૂપક એવા જેનાગોને બોધ કરીને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવના અનુસાર સાધુના આચારોની નિશ્ચય ગતથી પરીક્ષા કરવા ગીતાર્થ મુનિવર સમર્થ બને છે. જેનધર્મને નિશ્ચય જેણે કરાવ્યા છે એવા સાધુ ગુરૂ મહાપરોપકારી હોવાથી તેઓની શ્રદ્ધા તથા પૂજ્યતા ગમે તેવા અવસ્થાભેદે પણ એક સરખી ધારણ કરવી. સાધુઓ પરસ્પર એક બીજાની ઇર્ષ્યા કરીને જેટલી પિતાના વર્ગની અવનતિ કરે છે તેટલી ગૃહસ્થો કદિ અવનતિ કરવા સમર્થ થતા નથી. સાધુઓની નિંદા કરનારા કેટલાક સાધુઓ થાય છે, અને તેઓ ગુણો વડે સાધુત્વ પામે તો કદિ નિંદા કરી શકે નહિ. સાધુ ગુઢગ પર રૂચિ કેવી રીતે વૃદ્ધિ પામે તેને વિચાર સાધુવર્ગના આગેવાને નહિ કરે તે રાજ્યની શાન્તિના સમયમાં વણી હાનિ પહોંચશે. હજુ પણ જ્ઞાની સાધુઓએ ઘણો વિચાર કરવો જોઈએ. સાધુવર્ગને નાશ થાય એવી પાપકથા કદિ કરવી નહિ.
For Private And Personal Use Only