________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AREA
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો. —- ---~-~~~ સંવત ૧૯૬૮ માઘ શુદિ ૧૩ ગુરૂવાર તા. ૧-૨-૧૯૧૨.
સુરત-ગોપીપુર. , , દાનધર્મથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ કરી શકે છે. મમત્વ ત્યાં વિના તન, મન, ધન અને વાણીનું દાન થઈ શકતું નથી. પોતાની માનેલી વસ્તુઓને અન્યના ભલા માટે વાપરવી એજ પ્રથમ દાન ધર્મ. વા પરોપકાર ધમ વા સેવા ધર્મ છે. દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવના અનુસાર દાનના ભેદેનું સેવન કરવું જોઈએ. દાન કરવામાં પણ વિવેકની જરૂર છે. જગતમાં દાનરૂપ આપેલ ધર્મની પ્રવૃત્તિ જાણતાં વા અજાણતાં જીવો કર્યા કરે છે. મારી ફરજ છે એમ જાણે કોઈ પણ જાતનો પ્રતિબદલો લેવાની ઈચ્છાને ત્યાગ કરીને દાન દેવાને અભ્યાસ પાડવો જોઈએ. અમેરિકા યુરેપ વગેરે દેશોમાં દાન દેવાની જુદા પ્રકારની પ્રણુલિકાઓ છે. આર્યભૂમિમાં દાન દેવાની પ્રણાલિકાનાં ગુપ્ત રહસ્ય ઉચ્ચ પ્રકારનાં માલુમ પડે છે. જગમાં દાન ધર્મવિના કોઈને ચાલી શકે તેમ નથી. જગતમાં શરીરાદિકના પોષણ વગેરે માટે કંઈ પણ લીધા વિના ચાલતું નથી. તેમજ કોઈને કંઈ પણ દીધાવિના ચાલતું નથી. આપવું અને લેવું એ કુદતનો નિયમસિદ્ધ કાયદે છે. એકેન્દ્રિય જીવોના દેહનું પણ અણસમજણમાં દાન થાય છે. પરસ્પર એક બીજાને દાનથી ઉપકાર થાય છે. બાલ્યાવસ્થાથી દાન દેવાની ટેવ પાડવી જોઈએ. પ્રત્યેક મનુષ્યોને દાન દેવાની રૂચિ કરાવવાથી મહાન લાભ પ્રાપ્ત થાય છે. એક બીજમાંથી લાખ બીજ થાય તેમ એક દાનમાંથી લાખગણો ફાયદો થાય. તેમાં ઘણે લાભ અવબોધ. શીયલતપ અને ભાવના, એ ત્રણ ધર્મની પૂર્વે દાન મૂકેલ છે, એમાં ઘણું રહસ્ય રહેલું છે. દાનની સિદ્ધિ કર્યા વિના મનુષ્ય આગળના ધર્મને યથાયોગ્ય અધિકારી થઈ શક તો નથી. દાનથી તીર્થંકર પદવીની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાન ઉપજ્યા પશ્ચાત પણ તીર્થકરો ઉપદેશરૂપ દાનધર્મને સેવે છે. તીર્થકરો પણ પિતાની ફરજ અદા કરે છે. ત્યારે અન્ય મનુષ્યોનું તો શું કહેવુ ? દાન દીધા વિના કદિ પણ રહેવું નહિ. અભયદાન, સુપાત્ર દાન ઉચિત દાન, અનુકંપા દાન, અને કીર્તિ દાન એ પાંચ પ્રકારનાં દાન જાણવાં. જ્ઞાન દાન, વસ્ત્ર દાન, અન્ન દાન, અને ઔષધ દાનથી પિતાના આત્માને પિષ જોઈએ.
For Private And Personal Use Only