________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૯૮ ના માઘ શુદિ ૧૨ બુધવાર તા. ૩૧-૧-૧૯ર,
સુરત-ગોપીપુરા. જ્ઞાન આપ્યા વિના બનેલા શિષ્યોને ફરી જતાં વાર લાગતી નથી. આચાર અને સુવિચારોથી જેઓનું મન મળે છે તે શિષ્ય ખરેખર ગુરૂના ઉપાસક બની શકે છે. સામાન્ય જ્ઞાનથી શિષ્ય થએલાની શ્રદ્ધાને અન્ય મનુષ્યો ઉઠાવી દે છે. ચતુર્વિધ સંઘરૂપ શ્રીવીરનું શાસન એકવીશ હજાર વર્ષ પ‘ત ચાલશે. એમાં જરા પણ સંશય નથી. તેમાં ઉલ્યા તથા ધર્મ ધુરંધર આચાર્યો થવાના છે. પ્રતિદિન પડતી થવાની છે એમ મનમાં લાવીને કદિ ઉધમને ત્યાગ કરવો નહિ. ભવિષ્યમાં ગમે તે બનનાર હોય તે પણ કદિ ઉધમને ત્યાગ કરવો નહિ. જૈનશાસનની ઉન્નતિ થવાની છે, એમ મતમાં ભાવ લાવી ને જૈનધર્મની ઉન્નતિના ઉપાયો આદરવામાં જરા ભાવ પણ પ્રમાદ કરે નહિ. જેનશાસનની જેઓના હદયમાં દાઝ છે એવા જૈનાએ ગમે તેવા મતભેદો છતાં સંપ ધારણ કરીને ધર્મકાર્ય કરવાંજ જોઈએ. અંદર અંદરના કલહથી જન જનશાસન રૂપ ગાયને ઘાત થાય તેવી પ્રમાદદશાથી પ્રવૃતિ કરે તે ખરેખર તેઓ જૈનશાસનના નારાનું પાપ કરનારા ગણ્ય એમ માની શકાય. જેનશાસન રૂ૫ ગાયનું જે જેનો રક્ષણ કરે છે તેઓ સુખ સંપદાને પામે છે. ભિન્ન ભિન્ન ગચ્છના જૈને એ સર્વ સાધારણ જૈનશાસનની ઉન્નતિના ધર્મકાર્યમાં એક થવું જોઈએ. સાધારણું ઉન્નતિના કાર્યોમાં એક થઈને જૈનશાસનની ઉન્નતિ કરવા કદિ ચૂકવું નહિ. જૈનશાસનની ઉન્નતિમાં તકરારી વિષયને આડે ધર નહિ. જૈનશાસનને પિતાના પ્રાણસમાન માનીને તેની રક્ષા કરવા મન વચન અને કાયાને ભોગ આપશે. ઉદારવૃત્તિથી અન્યધર્મવાળાઓના ઉપર કરૂણાભાવ રાખીને જૈનશ્રાસનને સર્વત્ર ફેલાવવા પ્રયત્ન કરવો.
x
x
x
x
For Private And Personal Use Only