________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૮ રવિવાર તા. ૨૮-૧-૧૯૧૨
સચીન. વ્યાવહારિક કેળવણી અને ધાર્મિક કેળવણીને અમુક વર્ષ પર્વત અભ્યાસ કરીને જેઓએ વૈરાગત્યાગની ભૂમિકા સિદ્ધ કરી છે એવી મનુષ્ય દીક્ષા અંગીકાર કરે તો તેઓ સાધુવેષને સારી રીતે શોભાવી શકે છે અને દુનિયાને ધર્મના માર્ગે ચઢાવી શકે છે. વિરાગ્ય, ત્યાગ અને જ્ઞાન વિના સાધુ ધર્મની યથાયોગ્ય આરાધના થઈ શકતી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સમજવાની જેનામાં ગ્યતા આવી નથી તેવા મનુષ્યો ધાર્મિક ઉપદેશ આપવાને સમર્થ થઈ શકતા નથી. અહપજ્ઞાને અભિમાન એ ન્યાયન વિચાર કરતાં માલુમ પડે છે કે અલ્પજ્ઞાનધારક ઉપદેશકેના અવ્યવસ્થિત અનુપયોગી તથા આડા ભાગે લઈ જનારા વિચારોથી દુનિયાના મનુષ્યોને નફો કરતાં ટેટ વધારે થાય છે. અલ્પજ્ઞાનધારક ઉપદેશકોનું હદય જોઈએ તે પ્રમાણમાં ખીલેલું નહિ હોવાથી અન્ય મનુષ્યોના હૃદયને પણ તે ખીલવી શકતા નથી. અજ્ઞાની સાધુ ખરેખર ગીતાર્યની નિશ્રાવિના આરાધક થઈ શકતો નથી. અજ્ઞાની સાધુ પિતાના સ્વચ્છેદે ચાલીને કમ બાંધે છે. ગીતાર્થ સાધુઓજ મુખ્યત્વે ઉપદેશ દેવાને અધિકાર ધરાવી શકે છે. ગીતાર્થ સાધુ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ જાણે છે. તેથી તેને ઉપદેશ તથા વિહાર વિગેરેને અધિકાર મળી શકે છે. અગીતાર્થ સાધુના વચનથી અમૃત પણ પીવું યોગ્ય નથી. ગીતાર્થ સાધુના વચનથી હલાહલ વિષનું પાન કરવું પણ શ્રેષ્ઠ છે એમ ઉપદેશમાલામાં જણાવ્યું છે. અગીતાર્થ સાધુએ દુ:ખ વેઠીને ગીતાર્થ સાધુઓની આજ્ઞામાં રહે ત્યારે જ તે પિતાના આત્માનું હિત કરવાને માટે સમર્થ બને છે, ગીતાર્થ સાધુને ઉપદેશ શ્રેતાના હૃદયમાં ઉતરે છે અને શ્રોતાઓને ઉચ્ચ સવર્તનને લાભ પ્રાપ્ત થાય છે. સાધુએને દીક્ષા આપવા સંબંધી વ્યવસ્થા કેવા પ્રકારની કરેલી તત સંબંધી અનેક વિચાર કર્યા પણ હજી ચેકસ વ્યવસ્થાના નિયમ ઉપર આવી શકાયું નથી. આ વાત સર્વ સાધુઓને માટે સંપ્રતિ પ્રાપ્ત સંયોગોને અનુસરી અને દીક્ષા આપવા સંબંધી વ્યવસ્થા પરત્વે છે.
*
For Private And Personal Use Only