________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૨૦૧
સંવત ૧૯૬૮ ના માઘ શુદિ ૧૦ સેમવાર તાર૯-૧-૧૯ર
સુરત-સંગ્રામપર. સદ્ગુણ વિનાને ઘટાટોપ ઘણું કાલ પર્યત નભી શકતો નથી. સદ્ગણેને પ્રકટાવ્યા વિના મનુષ્ય પોતાની કિંમત સમજી શકતો નથી. કથનક થવા કરતાં કર્તવ્યપરાયણ થઈને પિતાની ફરજ અદા કરવાની ટેવ પાડવી. વખતની કિંમત સમજવાની શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે મનુષ્ય પિતાની ઉન્નતિ કરવા પ્રયત્નશીલ થાય છે. દુર્ગણોને ટાળવા હોય તે દુર્ગુણેને ભૂલી જઈને સગુણોનું મનન સ્મરણ કરવું. મનને કોઈ પણ કામે લગાડવાનો અભ્યાસ પાડવો. નકામું પડેલું મન આડું અવળું ભટક્યા કરે છે, અને અવ્યવસ્થાના માર્ગમાં ઉતરી જાય છે. જે કાર્ય કરવાનું હોય તે કાર્યમાં મનને તન્મય કરવાની ટેવ પાડવી. અન્ય દેશનાં મનુષ્પો સાંસારિક કાર્યોમાં પણ મનને તન્મય કરીને લીધેલાં કાર્યને પાર પાડે છે. જે કાર્ય કરવાનું હોય તેમાં તન્મય થઈ જવું. અન્ય કાર્ય કરતી વખતે તે કાર્યમાં તન્મય થઈ જવું. જે કાર્ય હાથમાં લેવું તે કાર્યમાં જ તે વખતે ચિત્તને રાખવાથી તે કાર્યની સારી રીતે સિદ્ધિ થાય છે, અને તે કાર્યનો અનુભવ થાય છે. નિયમસર કાર્ય કરવાથી અને તે તે કાર્યમાં ચિત્ત રાખવાથી મનુષ્ય ગૃહીત કામની સિદ્ધિ કરવા સમર્થ બને છે. જે જે કાર્યો કરવાનાં હોય તેમાં રસ પ્રકટાવ જોઈએ. જે જે કાર્ય કરવામાં રસ પડે છે તે તે કાર્યની સારી રીતે સિદ્ધિ થાય છે. મગજને હંદ બહાર કોઈ પણ કાર્યમાં રકવાથી મગજ બગડે છે, અને તે કાર્ય ઉત્તમ રીત્યા સિદ્ધ થતું નથી. જે જે કાર્યો કરવાં તે ઉપયોગ રાખીને કરવાં જોઈએ. તન્મય બનીને કાર્ય કરવાથી તતકાર્ય સંબંધી અપૂર્વ જ્ઞાન મળે છે. વ્યવસ્થાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિને સજજડપણે મનુષ્યો જ્યારે જ્યારે અવલબશે ત્યારે ત્યારે તે કાર્ય કેગના ઉચ્ચ શિખર પર ચઢી શકશે. આ અને અમેરિકને હાલ નિયમસર કાર્ય કરવાની રીતિ તથા તૂન્મય બનીને કાર્ય કરવાની પદ્ધતિથી તેઓ પ્રવૃતિ માર્ગના રોગીઓ બન્યા છે. અવ્યવસ્થિત કાર્ય કરવાની પદ્ધતિને ત્યાગ કરીને વ્યવસ્થિત કાર્ય પદ્ધતિને સ્વીકાર કરવાની ઘણી જરૂર છે. જે જે બાબતને અંગીકાર કરવી તેમાં તન્મય થઈ જવું. અર્થાત તેમાં મનને સંયમ કરો. તે તે કાર્ય સંબંધમાં મનેને સંયમ કરવાથી તે તે કાર્યની સિદ્ધિ થાય છે; તેમજ આત્મ શકિતની વૃદ્ધિ થાય છે. અને તેથી આવતા ભવમાં પણ તે શક્તિને શીધ્ર પ્રચાર થાય છે,
26 ..
''' ,
,
'',
''
For Private And Personal Use Only