________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૯૯
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૮ શનીવાર તા. ર૭-૧-૧૯૧ર.
નવસારી. નિયમસર વિચાર કરવાની ટેવ પાડવી. હદની બહાર મનમાં વિચારે કરવાથી મગજને નુકસાન થાય છે. મનની ઉગ્રતા વધતી જાય એવા વિચારો કર્યા કરવાથી શુભ સંસ્કારની વૃદ્ધિ થાય છે. મંત્રી આદિભાવનાઓ ભાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. પ્રથમ તે મનમાંથી રજોગુણ અને તમોગુણના વિચારોને દૂર કરવા અને સાત્વિક વિચારોથી મનને પરિપૂર્ણ વાસિત કરવું. સાત્વિક વિચારો કરવાની ટેવ પાડવાથી રજોગુણના અને તમોગુણને વિચારોને સહેજે નાશ થાય છે. સુવિચારો કરવાથી કુવિચારો પિતાની મેળે શાન્ત થઈ જાય છે. ચિંતાના વિચારોને હર્ષના વિચારોમાં ફેરવી નાખવા જોઈએ. અસ્થિર વિચારોને સ્થિર વિચારોમાં ફેરવી નાંખવા. અશુદ્રપ્રેમના વિચારને શુદ્ર પ્રેમના વિચારોમાં ફેરવી નાખવા. સારાંશ કે નીચ વિચારોને ત્યાગ કરે છે તો ઉચ્ચ વિચારેજ કર્યા કરવા. ઉચ્ચ વિચારોમાં વ્યાપૃત થએલું મન પશ્ચાત ઉચ્ચ લેસ્યાના વિચારેના અભ્યાસને સેવવા સમર્થ થાય છે. એકવાર શુદ્ધ વિચારોને અભ્યાસ દઢ થવાથી પશ્ચાત અશુદ્ધ વિચારોને એકદમ મનમાં પ્રવેશ થઈ શકતું નથી. શુદ્ધ વિચારોનું બળ વૃદ્ધિ પામ્યા બાદ અશુદ્ધ વિચારોથી ટકી ટાકાતું નથી. મનમાં પ્રત્યેક ક્ષણે કઈ જાતના વિયારે ઉપન્ન થાય છે, તેને ઉપગ ધારણ કરવો. ક્યા વિચાર પશ્ચાત કઈ જાતના મનમાં વિચારે કયા કારણથી ઉત્પન્ન થયા તેને ખ્યાલ કરી જવો. પશ્રાનુકૂવીએ વિચારો કયા કયા થયા તે જાણવાને અભ્યાસ પાડવાથી ઉપગની વૃદ્ધિ થાય છે, અને મનમાં ઉત્પન્ન થનાર વિચારો પર કાબુ મેળવી શકાય છે. નળમાંથી જળ જેટલું લેવું હોય તેટલું લઈ શકાય છે. તેવી રીતે મનને પણ નળ જેવું બનાવીને કરવા યોગ્ય વિચાર કરવા જોઈએ.
For Private And Personal Use Only