________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
-
સંવત ૧૯૬૮ માધ શુદિ ૭ શુક્રવાર તા. ૨૬-૧-૧૨
નવસારી. જૈન તરીકે નામ ધરાવનાર જૈને પોતાની શક્તિ પ્રમાણે જૈનેની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ થાય તેવા કાર્યો કરવા જ જોઈએ. જે તે પિતાની ફરજ અદા નહિ કરે તો પિતાની ફરજથી તે ભ્રષ્ટ થાય છે. આખી દુનિયાના મનુષ્યો કે જે મિથ્યાત્વ નામના પહેલા પગથીયાપર રહેલા છે, તેઓના કરતાં જૈને સદગુણમાં આગળ વધેલા હોવા જોઈએ. પહેલા ગુણસ્થાનકના મનુષ્યો કરતાં થા, પાંચમા અને છઠ્ઠી ગુણસ્થાનકમાં રહેલા જૈને આત્માની શક્તિઓ ખીલવવાને આગળ વધેલા હોવા જોઈએ. દુર્ગણોને જીતનારના અનુયાયિઓએ પણ દુર્ગુણને છતી તે જીવનના ખરા અનુયાયી તરીકે બહાર પડવું જોઈએ. દુર્ગુણને જીતવાની રૂચિ થયા વિના કદિ જૈન થવાતું નથી. જેટલા જેટલા અંશે દુર્ગુણને જીતવામાં આવે છે, તેટલા તેટલા અંશે જેનો આગળ વધે છે. જિનના ઉપાસક જેમાંથી દુર્ગુણો પ્રતિદિન ટળવા જોઈએ અને પ્રતિદિન સદગુણો વધવા જોઈએ. ગુણસ્થાનકના અધિકારી ભેદે અને ગુણસ્થાનકની રેગ્યતાએ ધાર્મિકક્રિયાઓ કરવાની પ્રવૃતિ કરવી જોઈએ. જેમાં જાતિના સગુણો તે ગડથુલીની પેઠે જૈન બનવાની સાથે જ ઉત્પન્ન થવા જોઈએ. સર્વ ધર્મકાર્ય આદિમાં જય મેળવનારા જેને હવા જોઈએ. સમ્યકત્વના વિચારેથી જૈન મિથ્યાત્વ વિચારોના ઉપર જય મેળવે છે. મિથ્યાત્વ વિચારોના ઉપર જય મેળવે છે તે જૈન બની શકે છે. સત્યને સત્ય તરીકે ને અસત્યને અસત્ય તરીકે જાણનાર જૈન હોય છે. જૈનકુળમાં જન્મેલા જેનેએ જૈન શબ્દવાઓ ગુણો મેળવવા પ્રયત્ન કરે જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું આરાધન કરનારા ગૃહસ્થ જેનેએ આત્મશક્તિઓને પ્રકટાવવી જોઈએ. જેનેએ પિતાના અધિકાર પ્રમાણે પ્રાપ્ત થએલ કાર્યોમાં આત્મશકિત ફેરવવી જોઈએ.
For Private And Personal Use Only