________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના માઘ શુદિ ૬ ગુરૂવાર
તા. ૨૫-૧-૧૯૧૨, અમલસાડ,
જેઓને ઉપદેશ દેવામાં આવે છે તે શ્રાવકોને મોટો ભાગ નિરક્ષર હેવાથી જૈન તત્ત્વ સમજવાને માટે અધિકારી પણ સ્વવિચાર પ્રમાણે પ્રાયઃ જણાતો નથી. તેથી તેઓની આગળ ધર્મકથાઓ કહેવી પડે છે. અને તેઓને પ્રથમ ધર્મ ક્રિયાઓના આચારમાં જોડવા પડે છે. શ્રદ્ધાની રચિથી તેઓ ધર્મ ભાગમાં પ્રવેશ કરે છે. કેટલાક તે જાતિના આચારથી પણ અમુક બાબતોમાં દૂર હોય છે તેઓને પણ તે સમજે તેવા ઉપદેશથી બોધ દેવો પડે છે. કેટલાક શ્રાવક જૈનેની શ્રદ્ધા અને ચિ અલ્પ હોય છે તેઓ ગુરૂને અલ્પરૂચિથી માને છે અને લોક વ્યવહાર સાચવવાને માટે ગુરૂની ભક્તિ કરતા હોય છે. એમ સૂક્ષ્મ બુદ્ધિમાનને જણાયા વિના રહેતું નથી. કેટલાક જૈનકુળમાં ઉત્પન્ન થએલા શ્રાવકે અજ્ઞાનના યોગે શ્રાવકના આચારોથી પરાભુખ હોય છે. કેટલાક જૈનકુળમાં જન્મેલા શ્રાવકો ગાડરીઆ પ્રવાહની પેઠે ગુરૂની માન્યતા ધરાવે છે. કેટલાક શ્રાવકે સગુરૂના જોગ મળતાં પણ તત્ત્વ જાણવાની ઈચ્છા ધરાવતા નથી. શ્રાવક જૈનોની અવદશા દેખીને તેને સુધારવા પ્રયત્ન કરવો. તેઓની શ્રાવૃદ્ધિ પામે અને સદાચારમાં રૂચિ થાય તેમ ઉપાય જવા પણ તેઓને તરછોડી દેવા નહિ. જેને ધર્મમાર્ગમાં જવાને માટે જેટલું બને તેટલું કર્યા વિના રહેવું નહિ. આપણા કરતાં અન્ય જેનેને નીચે દેખીને તેઓને ધિકકારવા નહિ પણ તેઓને ઉચ્ચ. કરવા બનતા ઉપાય જવા. પિતાનાથી બનતું કર્યા વિના કદિ રહેવું નહિ. જેઓ માર્ગાનુસારીના ગુણોની યોગ્યતાવાળા ન હોય તેઓને માર્ગાનુસારીના ગુણોમાં જોડવા. આપણા કરતાં જેઓ ઉચ્ચ છે, તેની અપેક્ષાએ આપણે નીચા છીએ એમ જાણી આપણા આત્મ સજાતીય બંધુઓ પર શુદ્ધ પ્રેમ ધારણ કરીને તેનામાં ધરુચિ વધે એવા પ્રયત્નો આદરવા જોઈએ. કોઈ જીવ તે જે શુભમાર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તેનાથી અધિક શુભ માર્ગમાં પોતાનાથી ન લાવી શકાય ત્યાં સુધી તેણે તેને આદરેલા શુભ માર્ગને ઉત્સાહ ભંગ થાય એમ કરવું નહિ. શુભ અધ્યવસાયો પણ સર્વ જીવના એક સરખા હોતા નથી. ઉચ્ચ શુભ અધ્યવસાયના અધિકારી છો બને તેમ પ્રયત્ન કરે !
For Private And Personal Use Only