________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
*
*
કાર્યો કરવાનો અભ્યાસ છોડે નહિ. દુનિયાને ધન્યવાદ અને વાહવાહના શોની પિતાનાપર વૃષ્ટિ થતી હોય તે પણ મહાત્માઓ તે પ્રતિ લક્ષ્ય રાખતા નથી. તેઓ તે એમ સમજે છે, કે પોતાની ફરજ મનુષ્ય અદા કરવી જોઈએ. અન્તમાં ઉત્પન્ન થયેલા શુભ વિચારે એજ મારું માન છે એમ સમજી પિતાની ધાર્મિક ફરજો અદા કરવાને કદિ ચૂકતા નથી. લોકે તરફથી માન આદિની ઈચ્છા રાખીને ઉપદેશ વા ગ્રન્થ લખનારા મનુષ્ય કોઈ વખતે સન્માન નહિ મળતાં મનમાં દિલગીરી ધારણ કરે છે, અને શુભ કાર્યોથી પાછા હઠે છે. નિષ્કામભાવથી ધાર્મિક કાર્યો કરનારા મહાત્માઓ કદી દિલગીર થતા નથી અને ધાર્મિક શુભ કાર્યોથી પાછા હઠતા નથી.
સંવત ૧૯૬૮ ના માઘ શુદિ ૩ સેમવાર તા. રર-૧-૧૨
વલસાડ, ઈર્ષાળુઓ અનેક પ્રકારની વાતો કરીને પાછા પાડવા પ્રયત્ન કરે તો પણ કદિ તે તરફ લક્ષ્ય આપવું નહિ. કીર્તિની વા અન્ય કોઈ બાબતની
સ્પૃહાવિના ગ્રન્ય લેખન વગેરે કાર્ય કરતાં છતાં પણ કીર્તિ, માન, પૂજા વગેરેની લાલાથી ઇર્ષાળુઓ મહાત્માઓને વગાવવા પ્રયત્ન કરે તેથી મહાત્માઓએ કદિ ઉત્તમ ધાર્મિક કાર્યોથી પાછા હઠવું નહિ. પિતાનાથી ઉત્તમ કાર્યોમાં પ્રકૃત્તિ થતી હોય અને તેથી દુર્જને ઈર્ષ્યાથી બળી જઈને ગમે તેવા નીચ શબ્દ હલકા પાડવા બેસે તો તેથી ઉપકારક કાર્યોને ત્યજવાં નહિ અને દુર્જનોના શબ્દોને સાંભળવા પણ નહિ. પિતાનું કાર્ય કરવામાં અત્યંત વિર્ય ધારણ કરવું. જેના સામા દુર્જને હેતા નથી. તે મહાત્માના ગુણો પ્રગટાવી શકતો નથી. સૂર્ય ઉદય પહેલાં કાગડાઓ કા કા શબ્દો કર્યા કરે છે, તેથી સૂર્ય પિતાની ગતિનું કાર્ય છોડી દેતો નથી. સર્વ મનુ વખાણે તો કાર્ય કરવું; આવું તે કદિ બનનાર નથી. પારમાર્થિક કાર્યો કરનારાબની ગમે તેવી નિંદા કરવામાં આવે તે પણ તેવા પરોપકારનિષ્ઠ મહાત્માઓ મન વાણું અને કાર્યોના પરમાર્થથી પાછા હઠતા નથી. વિવાહમાં સાસરીયાપક્ષવાળી સ્ત્રીઓ, વરને કેટલીક કોમમાં ભાડે છે. તેથી વર પરણ્યા વિના રહેતો નથી. ઉપકારનાં કાર્યો કરવામાં મહાત્માઓ સદાકાલ
For Private And Personal Use Only