________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૧૮૩
છે. શાસ્ત્રના આધારે સાધુના આચારોને પણ કાલક્રમ નિયમ પદ્ધતિથી રચવામાં આવ્યા છે એમ અવલોકાય છે. આત્માની શક્તિને પ્રાપ્ત કરવાના વિચારો ને આચારને પણ કાલક્રમ નિયમ પદ્ધતિથી સેવવા જોઈએ. કાલાદિ નિયમસર કાર્ય કરનાર એક મનુષ્ય વખતની કિંમત આંકી શકે છે, અને અન્ય મનુષ્યો ઉપર સારો દાખલો બેસાડી શકે છે. અલ આદિ દેશના મનુષ્ય પોતાના ટાઈમટેબલ પ્રમાણે સર્વ કાર્યો કરે છે, અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગના નેતા તરીકે સર્વત્ર પૂજાય છે. પૂર્વે આર્યાવર્તમાં પણ કાલાદિ ક્રમ નિયમ પદ્ધતિસર કાર્યોને કરવામાં આવતાં હતાં. અધુના કેળવણુના અભાવે કાલક્રમ વ્યવસ્થાપુરઃસર કાર્ય કરનારાઓ છેડા દેખાય છે. કાલક્રમ નિયમસર કાર્ય કરવાની પદ્ધતિને હજી જોઈએ તે પ્રમાણમાં આ દેશમાં આચારમાં મૂકી શકાઈ નથી. જો કે તે પ્રમાણે ઘણે અંશે પ્રવૃત્તિ થાય છે તે પણ બરાબર તે નહિ જ. સર્વ સાધુઓ ટાઈમટેબલ નિયમિત કરીને તે પ્રમાણે કાર્ય કરે છે તે સમયની સાફલ્યતા પૂર્વક ઘણાં કાર્ય કરી શકે. જાપાન દેશની સ્ત્રીઓ પણ પિતાના ટાઈમટેબલ પ્રમાણે કાર્ય કરે છે. અને તેથી તે દેશની ઝાહોઝલાલી સારી રીતે થઈ છે.
સંવત ૧૯૬૮ માઘ શુદિ ૨ રવિવાર તા. ૨૧-૧-૧૯૧૨.
વલસાડ.
ઉપદેશ દેવો, ગ્રંથો લખવા ઈત્યાદિ ધર્મકાર્યોમાં લોક પ્રશંસા કરે એવી ભાવના રાખવી નહિ. સ્વફરજથી શક્તિના અનુસારે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ. લોકોના શબ્દો કેવા નીકળે છે તે સાંભળવા પ્રયત્ન નહિ કરતાં સારું કાર્ય યોગ્ય છે, કે કેમ ? તેને વિચાર કરો. પિતાનું કરેલું કાર્ય ગ્ય છે એમ નિશ્વય છે તે લોકોના અભિપ્રાયને પૂછવાની વા સાંભળવાની પૃહાકરવી નહિ, ઉત્તમ પારમાર્થિક કાર્યો કરવામાં લોકોના સારા અગર બોટા અભિપ્રાયની દરકાર કરવી નહિ. એમ નિશ્ચય કરીને પાછળ નહિ જોતાં આ ગળ વધવાના કાર્યમાં લક્ષ્ય રાખવું જોઈએ. મહાત્માઓની કેટીમાં જેઓ હેય તેઓએ આ શિક્ષા લક્ષ્યમાં રાખીને ઉત્તમ ધાર્મિક કાર્યો કરવાં જોઇએ. ઉત્તમ ધાર્મિક કાર્યો કરતાં કે ધિક્કારે તેથી ઉત્તમ ધાર્મિક
95
For Private And Personal Use Only