________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. --- ----------------------- કરવામાં આવ્યો છે. ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે જેને વર્તવાનું છે. સર્વ જૈનોને એક સરખો વૃતાદિક ધર્મનો અધિકાર નથી. જે જે અંશે ધર્મ અંગીકાર કરે છે તે અંગે જૈન કહેવાય છે. નોની અપેક્ષાએ આખી દુનિયાના ધર્મના અભિપ્રાયને જેમાં સમાવેશ થાય છે એવા અનેકાત જૈનધર્મની ખૂબીઓ સુકમ અલૈકિક હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. દુનિયામાં જ્ઞાનને પ્રચાર જેમ જેમ વૃદ્ધિ પામશે અને દુનિયાના લોકે ધર્મતત્ત્વની શોધમાં પ્રવૃત્તિ કરશે ત્યારે તેઓને જૈનધર્મના સિદ્ધાતોની અપૂર્વ ખૂબીઓ સમજશે. જ્ઞાનીનું મગજ સિદ્ધાંતનાં સૂક્ષ્મ રહસ્યને તપાસી શકે છે. પચ્ચાશ સાઠ વર્ષ પશ્ચાત અન્ય દેશોના વિદ્વાન જૈનધર્મના સિદ્ધાંતોને પ્રચાર કરવા પ્રયત્ન કરશે. અમુક જાતિમાં રૂઢ તરીકે જૈને મનાય છે તત સંબંધી સુધારો થશે અને જૈનધર્મ પાળવામાં જાતિ ભેદ નડશે નહિ. તેમજ જૈને બનાવવાનાં દ્વાર ખુલ્લાં થશે, એમ લાગે છે. પચ્ચાશ સાઠ વર્ષ પછી હાલના કરતાં જેમાં ઘણું સુધારાઓ થશે. પવિત્ર જેનધર્મને દુનિયામાં પ્રતિદિન ફેલા થાઓ! એજ હૃદયની ભાવના છે.
સંવત ૧૯૬૮ ના માધ શુદિ ૧ શનિવાર તા. ૨૦–૧–૧૨.
વલસાડ. વિવેકદ્રષ્ટિથી સર્વ કાર્ય કરવાનો અભ્યાસ પા જોઈએ. ઉપયોગ રાખી તે કાર્યો કરવાથી ભૂલ થતી નથી. જે જે કાર્યો કરવામાં આવે તે કેટલાં કર્યા તે ઉપર લક્ષ્ય નહિ આપતાં તે તે કાર્ય કેવું સુંદર કર્યું તે ઉપર લક્ષ્ય આવું જોઈએ. જે કરવું પણ તે સુંદર કરવું. આવી વૃત્તિથી ઉત્તને કાર્યો કરી શકાય છે. જેનું ફળ ઉત્તમ હોય એવી ક્રિયાઓ કરવામાં આત્માની શકિતને વાપરવી જોઈએ. જે જે કાર્યો કરવામાં આવે તેની ચારે તરફથી તપાસ કરવી જોઈએ. પ્રત્યેક કાર્યોમાંથી નવો અનુભવ મેળવો જોઈએ. ઘણાં કામ લઇને પડતાં મૂકવા કરતાં એક કામ લઇને તેને પરિપૂર્ણ કરવું એ વિશેષ સારે છે. અનુક્રમ નિયમસર પદ્ધતિથી કાર્ય કરવાની ટેવ પડવાથી તે તે કાર્યો કરવામાં આત્માની શકિતને નિયમસર ઉપયોગ થાય
For Private And Personal Use Only