________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૧૯૧
સંવત ૧૯૬૮ ના પોષ વદિ ૧૪ ગુરૂવાર, તા. ૧૮-૧-૧૨.
વલસાડ. હાલમાં રાત્રિના વખતમાં ધ્યાન સમાધિનો અભ્યાસ સેવવાથી સહજ સુખને અનુભવ વધતો જાય છે. ભકતોનું આગમન અને ઓપદેશિક પ્રવૃતિથી સમાધિના ઉંડા પ્રદેશમાં ઉતરવાનો સખત અભ્યાસ થઈ શકતો નથી. પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાનું કામ અણધાર્યું આવી પડે છે. શુભ પ્રવૃત્તિ સર્વથા આદેય છે શુભપ્રવૃત્તિરૂપ ધર્મ વ્યવહાર કાર્યો સેવવામાં અન્તરથી નિર્લેપતા રાખવી એ પ્રયત્ન હાલ વિશેષતઃ કરાય છે. ધ્યાનની પીઠિકા દઢ કરવાનું કાર્ય હજી ચાલે છે. ધ્યાન કરતાં કરતાં મન વિશ્રામ પામવાથી સમાધિને અનુભવ આવે છે. ધ્યાન અને સમાધિથી આત્મબળ વૃદ્ધિ પામે છે, અને મનની પૂર્વે નહિ અનુભવેલી એવી શાન્તતા અનુભવાય છે. સમાધિના કાલ પશ્ચાત સારા વિચારોની શ્રેણિ હદયમાં ઉત્પન્ન થાય છે. સમાધિકારક પ્રવૃત્તિમાર્ગમાં અત્યન્ત બળ વાપરી શકે છે. પ્રથમ અભ્યાસમાં તે ક્રિયા ચાગ દ્વારા સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈને નિષ્ક્રિય પિતાને માની બેસવાથી કંઇ યોગી બની શકાતું નથી. ધર્મક્રિયામાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યોગ સમાધિમાં છેવટે પ્રવેશ કરી શકાય છે. પારમાર્થિક શુભ કાર્યોની પ્રવૃત્તિ તજીને જેઓ યોગ સમાધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ કદિ સ્વપરની ઉન્નતિ કરવા શક્તિમાન થતા નથી. પારમાર્થિક શુભ ધર્મ વ્યવહાર કાર્ય કરતાં કરતાં ગીપણું પ્રાપ્ત થાય છે. માટે તે માર્ગે સર્વ મનુષ્યએ પ્રવૃત્તિ કરવી જોઈએ.
સંવત ૧૯૬૮ પોષ વદિ 9) શુક્રવાર તા. ૧૯-૧-૧ર.
વલસાડ . દયા, સત્ય, અસ્તેય, દેશતઃ બ્રહ્મચર્ય, સર્વતઃ બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, સર્વથી પરિગ્રહ ત્યાગ, દારૂ માંસ ત્યાગ આદિ ગુણો જેમાં પીઠિકારૂપે છે એવા જૈનધર્મને વિસ્તાર કરવામાં જે જેને કમ્મર કસતા નથી તેઓ જેન નામને લજવે છે, જૈનશાસોમાં નીતિધર્મને તેમાં જ સમાવેશ
For Private And Personal Use Only