________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૧૮૮
ન
સર્વ જૈનેએ અન્ય વિક્ષેપ નડે નહિ તેવા ઉપાયે લઇને પ્રયત્ન કરવો જોઈએ. જે જે બાબતેમાં મતભેદ ન હોય તે બાબતેના માટે ગમે તેવા અન્ય બાબતેના મતભેદ છતાં પણ પ્રયત્ન કરવો જોઈએ. દુનિયાને કોઇપણ ધર્મ, મતભેદ વિના નથી. જૈનધર્મના ત્રણે ફિરકાઓમાં જે જે ભળતી બાબતો આવતી હોય તે બાબત ધારા ઉન્નતિ કરવાને માટે જૈન મહા પરિષત જેવી સંસ્થાઓ સ્થાપવાની પણ ઘણું જરૂર છે. કેઈ વખત અણધાર્યા આક્ષેપોથી મતભેદ થવા પામે તો ઘણી સાવચેતીથી કાર્ય કરવું જોઈએ. આવી બાબતોમાં પ્રવૃત્તિ કરવાથી ધમને ક્રિયાયોગ સાચવી શકાય છે. જૈનધર્મની સેવા કરનારાઓ કદિ સેવાનું ફળ પામ્યા વિના રહેતા નથી.
સંવત ૧૯૬૮ ના પોષ વદિ ૧ર મંગળવાર તા. ૧૬-૧-૧૨
જૈનધર્મના સિદ્ધાંતની ખરી ખૂબીઓ દુનિયામાં બહાર લાવવાથી અન્ય ધર્મના સિદ્ધાંતોની સાથે જનધર્મના સિદ્ધાંતોને મુકાબલે કરી શકાય છે, અને જૈનધર્મના સિદ્ધાંતની ઉત્તમત્તાને દુનિયા જાણી શકે છે. જૈનધર્મના સિદ્ધાંતની ઉત્તમતાની છાપ દુનિયામાં પડવાથી જૈનશાસ્ત્રના જય થાય છે. જૈનશાસ્ત્રનો જય” એટલું બોલવા માત્રથી જેનશાસ્ત્ર જય થઈ શકતો નથી. જેનધર્મના સિદ્ધાંતને ફેલાવો કરવામાં સર્વ સમર્પણ થવું જોઈએ. સ્વાર્પણ કર્યા વિના જૈનધર્મની સેવા પરિપૂર્ણ કરી શકાતી નથી, કોઈ પણ કાર્ય આત્મભેગ આપ્યા વિના સારૂં બની શકતું નથી. ત્યારે જૈનધર્મોતનું કાર્ય પણ આમભેગ આપ્યા વિના કયાંથી બની શકે ? જ્યારે ત્યારે પણ સાક્ષર જેને વડે જૈનધર્મ પ્રતિ લાખ વા કોઠે મનુષ્યોનાં ચિત્ત આકર્ષાશે. એક મેટા પર્વતને ઘસારો લાગતાં તેના પર ખરીને તેની જેમ ડુંગરી બની જાય છે અને છેવટે પત્થરા અવશેષ રહે છે તેમ પૂર્વે જનધર્મ ભારતને મહાન ધર્મ હતો તેની ક્ષય દશા થતાં હાલ તેર લાખ જેટલા જેનો રહ્યા છે. જૈનધર્મ સત્ય છે અને તેનો ફેલાવો કરવા લાયક છે. ત્યારે તે કેમ ઘટી ગયો? તેના ઉત્તરમાં જૈનધર્મના પ્રવર્તમાં પ્રમાદ કાલ દેષ અને જૈન ધર્મની વૃદ્ધિના ઉપાયને પ્રતિદિન
For Private And Personal Use Only