________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
સંવત ૧૯૬૮ ની રસાલના વિચારે
પક્ષપાતમાં પડતા નથી. જ્ઞાન અને ક્રિયા એ બે નયની આવશ્યકતા છે. શ્રીમ ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાનના રસિક હતા તો પણ તેઓએ શુષ્ક અધ્યામના વિચારને બદલાવવા આ ઉત્તમ પ્રયત્ન કરીને જન સમાજ પર મોટે ઉપકાર કર્યો છે.
સંવત ૧૯૮ પિષ વદિ ૧૦ શનિવાર તા. ૧૩ મી
જાનેવારી ૧૯૧૨. વલસાડ પીસ્તાલીશ આગમો વગેરે સુશાસ્ત્રની પ્રથમ શ્રદ્ધા કરવાથી અને પ્રથાત તેને અભ્યાસ કરવાથી મનમાં ઉત્તમ ભાવનાને પ્રવાહ વહ્યા કરે છે. પરસ્પર પાઠેમાં વિષમતા કદાપિ સ્વમતિથી દેખાય તો તેને નિર્ણય જ્ઞાનીઓને પૂછી કરો. અથવા કેવલજ્ઞાનિગમ્ય કહી તેની શ્રદ્ધા રાખવી. પિતાની અલ્પબુદ્ધિથી સુત્રોનાં રહસ્ય બુદ્ધિગમ્ય ન થઈ શકે તેથી તે ખોટાં કરી શકતાં નથી. કેવળજ્ઞાનથી કથેલા પદાર્થો અલ્પબુદ્ધિમન્તના સમજવામાં ન આવે તેથી તે કદાપિ અસત્ય કરી શકે નહિ. એમ. એ. ના કલાસને વિદ્યાર્થી જે સૂક્ષ્મ બાબતને બુદ્ધિમાં ઉતારી શકતો હોય તે સમ બાબતને પહેલી ચોપડી ભણનાર બુદ્ધિગમ્ય કરી શકે નહિ. તેથી એમ. એ. કલાસના વિદ્યાર્થીની બુદ્ધિમાં જે ભાસે છે તે અસત્ય ગણું શકાય નહિ. પીસ્તાલીશ આગમો પૈકી ઘણું સૂત્રોમાં સાધુના આચારોનું વિવેચન આવે છે. તેનો અનુભવ ખરેખર ! જે ચારિત્રાવસ્થા અંગીકાર કરે છે, એવા મુનિને આવે છે. આગમોનાં રહસ્યોને ગીતાર્થ મુનિયા સમ્યગુરીત્યા અવધી શકે છે. ગીતાર્થ મુનિના હૃદયમાંજ આગનાં રહસ્ય સારી રીતે જાણી શકે છે. ચારિત્ર નહિ અંગીકાર કરનારના મનમાં ચરણકરણનુયોગના પાઠે જે સૂત્રોમાં કહ્યા છે તેની અપેક્ષાઓ સમ્યગુ ભાસતી નથી, ચારિત્ર અંગીકાર કર્યા વિના ગમે તેવો ગૃહસ્થ વિદ્વાન હેાય તે પણ તેના હદયમાં ચરણકરણાનુયોગના પઠેનો અનુભવ આવી શકે નહિ. શિક્ષકો કે જેણે શિક્ષણીય શાસ્ત્રોનું કાલ અધિકાર ને શક્તિ આદિથી મનન કર્યું હોય છે, તે શિક્ષણીય બાબતોનું ઘોરણ બાંધી શકે છે. તે પ્રમાણે ચારિત્ર અંગીકાર કરીને ગીતાર્થ થએલા એવા મુનિવરે વાર્ત
For Private And Personal Use Only