________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
-
-
-
-
-
- -
ર
ર # #
-
-
-
-
- - - -
--
----
-
-
સમર્થ થતો નથી. ભ્રષ્ટ સાધુઓથી મનુષ્ય બુગ્રાહિત ચિત્તવાળા બને છે. અને તેથી ઉત્તમ સાધુઓનો ઉપદેશ પણ વિશેષ પ્રમાણમાં જગતના લાભ માટે થતો નથી.
સંવત્ ૧૯૬૮ પોષ વદિ ૬ બુધવાર તા. ૧૦-૧-૧૨.
પારડી. સાધુનું ચારિત્ર ઉચ્ચ હોવું જોઈએ, અને તેની છાપ અન્યોના ઉપર પડવી જોઇએ. ગુણગ્રાહિ છાના મન પર સાધુઓના ઉચ્ચ ચારિત્રની છાપ પડે છે. જ્ઞાનગતિ વૈરાગ્યથી ઉત્તમ સાધુઓ શોભી શકે છે. સાધુઓની વાણી રૂ૫ અમૃતથી ભવ્ય મનુનાં હૃદય પિવાય છે અને અનેક પ્રકારના સગુણેની ભૂમિકા રૂપ હદય બને છે. અધ્યાત્મ જ્ઞાનથી ઉત્તમ સાધુઓ મોહનીય કર્મનો ઉદય ટાળવા સતત પ્રયત્ન કરે છે. અને વ્યાવહારિક ધાર્મિક ક્રિયાથી મન, વચન અને કાયાના યોગની ઉચ્ચતા કરે છે. આવશ્યક સત્રોમાં દર્શાવેલા અર્થને જાણીને, આવશ્યકાદિ ક્રિયાઓને કરનારા સાધુઓની ઉન્નતિ થયા વિના રહેતી નથી. પિતાના આત્માને માટે આવશ્યકોને હું કરું એ દઢ સંકલ્પ કરીને આવશ્યક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરીને જે સાધુઓ એ આવશ્યક ક્રિયાઓ કરે છે તેઓનાં આચરણે પ્રતિદિન સુધરતાં જાય છે. તેઓની આંખે દેશે અને સદ્ગણ બે ભિન્નપણે દેખાય છે; દુર્ગુણોથી પાછા હઠવાને માટે અને દુર્ગણેથી થએલાં પાપની માફી માટે જે સાધુઓ તથા શ્રાવકે પ્રતિક્રમણ કરે છે તેઓના આચાર અને વિચારે દુનિયામાં અન્ય મનુષ્યો કરતાં ઉચ્ચ હોવા જોઈએ. પ્રતિદિન જે સાધુઓ પ્રતિક્રમણ કરે છે અને દેષોને ટાળવાજ પ્રયત્ન કરે છે તેઓના આત્માને ધન્યવાદ ઘટે છે. જેઓ પ્રતિક્રમણને શબ્દમાત્રને બોલે છે. પણ દુર્ગુણેને ટાળીને પ્રતિદિન સફગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી. તેઓ ક્રિયારૂચિ માત્ર ધારક છે. પણ ક્રિયાના ઉદેશપૂર્વક આભાના ગુણ પ્રકટાવવાના અધિકારી નથી. ચાવજજીવ સામાયકાદિ આવશ્યકેનું આરાધન કરવાનું કાર્ય કદિ ભૂલવું જોઈતું નથી. આવશ્યક ક્રિયાઓ કરનારા જેનેના સદાચાર અને આચાર દુનિયામાં દષ્ટાંત રૂપ થાય છે. જે કાળમાં અજ્ઞાનનું જોર
For Private And Personal Use Only