________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
~• - •
• ••••••••••••• .. • • • •••••••'''''
નેના આ જાણવા પ્રયત્ન કરો. અને વિનયથી ગુરૂને પૂછી પ્રત્યેક વચનના આશયો અવબોધવા. - વક્તા પુરૂષના સર્વ આશય શબ્દોમાં આવી શકતા નથી તેથી વકતા પુરૂષનું હૃદય જોવા પ્રયત્ન કરવો જોઈએ. જેટલા હદયમાં વિચારે ઉત્પન થાય છે, તેટલા વાણી દ્વારા કહી શકાતા નથી. તેથી વિકતાના હૃદયમાં અનેક આશયોમાંના કેટલાક બહાર આવી શકતા નથી. પ્રતિદિન અભિનવજ્ઞાન ઉત્પન્ન થયા કરે છે. તેના વેગે પ્રતિદિન પર્વના કરતાં ઉત્તરોત્તર આશામાં ફેરફાર થયા કરે છે. અમુક પ્રકારના વિચારની અપેક્ષાએ કોઈ વસ્તુ સંબધી મત બાંધી શકાય છે. તાત્વિક સ્થિર નિયમેનું જ્ઞાન સદાકાલ બે દુ ચારની પેઠે એક સરખું રહે છે. વિચારો સંબન્ધી સંયમ કરતાં તેમાં નવું નવું જાણવાનું મળે છે.
સંવત્ ૧૬૮ પિષ શુદિ ૧૩ મંગળવાર તા. ૨-૧-૧ર.
વાપી. પંખી સૂત્રનાં વાક્યો બોલતાંની સાથે જ તેને અર્થ હૃદયમાં સમ્ય ભાસે એવી રીતે જેણે પાક્ષિકસૂત્રનું મનન કર્યું છે તે મુનિવર પંખી સૂત્રને સ્વાધ્યાય કરી પિતાની યોગ્યતાનો વિચાર કરી શકે છે. પંચમહાવ્રતના પાઠેનું મનન અને તેને અનુભવ કરતાં લાગે છે, કે હજી પખી સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉત્તરકરણ ચારિત્રમાં પરિપૂર્ણતયા પ્રવર્તી શકાતું નથી. પાક્ષિકસૂત્રમાં કહ્યા પ્રમાણે વર્તવાને હું તે પ્રયત્નશીલ અને ઉત્સાહી છું. શ્રીયશોદેવસૂરિએ પંખી સૂત્રની પિતાને ક્ષયપશામાનુસારે સારી ટીકા કરી છે. શ્રીચંદ્રસૂરિના શિષ્ય થશેદેવે પખીસૂત્ર પર અને ડાકપર ટીકા કરેલી છે. તેઓ બારમા સૈકામાં થઈ ગએલા છે. ચાવડી રાણુ પતિની પાછળ સતી થાય છે. એમ તેમણે ટીકામાં પ્રસંગે પાત્ત લખ્યું છે. એ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે બારમા સૈકામાં પતિની પાછળ સતી થઈ બળી ભરવાનો રિવાજ હતો. યશદેવના વખતમાં એટલે વિક્રમ સંવત ૧૧૮૦ ની સાલમાં પાટણમાં સિદ્ધરાજ જયસિંહ રાજ્ય કરનાર હતો. સોની નેમિચંદ્રની પિશાલમાં તેઓ રહ્યા હતા. નેમિચંદ્ર
For Private And Personal Use Only