________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
દેશમાં ઉત્તમ ભક્તજનો ઉત્પન્ન થાઓ ! રાજ્યભક્તિની પેઠે ગુરૂની ભકિત કદિ છાની રહેતી નથી. વૈષયિક સંબંધમાં ભકિતને અવળા ઉપયોગ કરનારાઓ ભકિતના પગથી આથી નીચે ઉતરે છે, અને વિષયના પાશમાં ફસાઈ જાય છે. જગત સેવા, સર્વનું, ભલું કરવું આદિને પણ વ્યવહાર ભકિતમાં સમાવેશ થાય છે. ભકિતમાર્ગમાં વિચરનારા મનુષ્યનાં હૃદય દયા, શુદ્ધ પ્રેમ, ભ્રાતૃભાવ અને પરોપકાર ભાવથી ભરાઈ ગયેલાં હોય છે. ભકિતમાં લોહચુંબકની પેઠે આકર્ષક શકિત રહેલી છે. તેથી ભકત કેઈ ઠેકાણે છાને રહી શકતો નથી. ૩ રાતિરૂ
સંવત્ ૧૯૬૮ પોષ સુદિ ૧૧ રવિવાર તા. ૩૧-૧૨-૧૧.
વાપી. ગૃહસ્થ પરસ્પર એક બીજાને પ્રેમથી મળી શકે છે. જેનોના સાધુએમાં ગચ્છના ભેદથી વા કોઈ ગમે તે કારણથી સાધુઓ એક બીજાને પરસ્પર મળી શક્તા નથી, ગચ્છગચ્છના સંધાડાઓના સાધુઓ સામાન્ય બાબતમાં પણ એક બીજાને જોઈએ તે પ્રમાણમાં સંપીને મળી શકતા નથી, કેટલાક ઉત્તમ સાધુઓને મૂકી અન્ય સાધુઓમાં આમાનું કંઇક અનુભવ કરવાથી માલૂમ પડે છે. વિક્રમ સંવત ૧૦ મા સૈકા સુધી સાધુઓનું એ ઘણું હતું એવું ઐતિહાસિક દ્રષ્ટિથી અવલોકતાં દેખાય છે. વર્તમાનકાલમાં સાધુઓનું ઐક્ય કરવામાં દીર્ધદષ્ટિધારક ગીતાર્થ મુનિવરો ઘણા ન હોવાથી અનેક વિ ઉભાં થાય છે તેથી જોઈએ તે પ્રમાણમાં આત્મબળ ફેરવી શકાતું નથી. કેળવણુ પામેલા ઘણું સાધુએ થશે, અને તેઓ સંધાટકના અધિપતિ થશે ત્યારે જમાનાને અનુસરી સાધુએનું ઐક્ય કરવામાં વિચારબળ કાર્ય કરી શકશે. સુરતમાં આજ ઉદેશનું સાધુમંડળ ૧૯૬૭ ની સાલમાં ઉભું કર્યું હતું. પણ વિચારભેદે કલેશની ઉત્પત્તિ કરી તેથી સાધુઓનું એક્ય કરવામાં મહાવિદ્ય ઉભું થયું. હવે ભવિષ્યમાં હે! ચેતન ! ઉદારચિત્તથી સાધુઓની ઉન્નતિ થાય અને જૈનધર્મ પાળનારાઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાયે આદરવા માટે સાધુએના વિચારનું ઘણું ભાગે ઐક્ય કરવામાં પ્રયત્ન કર. શાસન
For Private And Personal Use Only