________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
સંવત્ ૧૯૯૮ ની સાલના વિચારે.
લનથી તથા મનનથી ઘણે ભાગે આત્મા તરફ વૃત્તિ રહે છે. ગ્રન્થલેખન વાચન અને ઔપદેશિક કાર્યથી તથા ધર્મચર્ચા કાર્યથી જે જે વખતે નિવૃત્ત થવાય છે. તેને કાલે સમાધિ ધ્યાનમાં જ મન પરોવાય છે.
સંવત ૧૯૬૮ પોષ સુદિ ૯ શુક્રવાર તા. ર૯-૧ર-૧૧.
શ્રીગામ. ગુરૂની ભક્તિ કરતાં અનેક વિદને આવી પડે છે. તે પણ ભક્તો ભક્તિથી પરાડમુખ થતા નથી. નિષ્કામવૃત્તિથી શિષ્યોએ ગુરૂની સેવા કરવી જોઈએ. સદગુરૂના આચારોમાંથી જ શિષ્યો ધારે તો ઘણે બેધ લઈ શકે. સ્વદી શિષ્યને ગુરૂની આજ્ઞાઓ પ્રતિકુલ લાગે છે, અને ગુરૂનો ઉપદેશ પણ શિષ્યોને વિપરીત પણે પરિણમે છે. ગુરૂની ભક્તિ એ આવશ્યક કાર્ય છે માટે તે શિષ્યોએ કરવી જોઈએ. ગુરૂના ગુણો તરફ જેને લક્ષ્ય નથી અને ગુરૂની નિન્દા કરવામાં પણ જેઓ પાછા પડતા નથી તેઓ ગુરૂની ભક્તિથી દૂર રહે છે. અને ગુરૂભક્ત બનવાના અધિકારી થઈ શકતા નથી. ગુરૂના વચનની શ્રદ્ધા ન હોય તે કદિ ગુરૂની પાસે અશ્રદ્ધા વૃત્તિથી પચ્ચીસ વર્ષ પર્યત રહે તે પણ ગુરૂને બેધ હૃદયમાં ઉતારવાને લાયક બની શક્તો નથી. ગુરૂની પાસે રહેનારા અને ગુરૂએ મુંડેલા સર્વે ગુરૂભકતે હોય એ કદિ નિશ્ચય કરી શકાય નહીં. સમવસરણમાં ભગવાન ઉપદેશ આપતા હતા તે વખતે પાખંડીઓ અને શ્રદ્ધાલુઓ બનને ઉપદેશ સાંભળતા હતા. પાખંડીઓને તીર્થકરને ઉપદેશ અવળ પરિણમતે હતે. તેથી તેમાં તે પાખંડીઓની અનધિકારિતાજ દેષરૂપ છે. ગુરૂના ઉપદેશને વિપરીતાર્થ ગ્રહણ કરનારાઓ ગુરૂના ભક્ત ન બની શકે તેમાં તેમની દષ દષ્ટિતાજ અવબોધાય છે. તરવારની ધાર પર ચાલી શકવું સહેલ છે પણ ગુરૂની ભક્તિ કરવી મુશ્કેલ છે. ગુરૂની ભક્તિ કરતાં ભક્તને ગુરૂની આજ્ઞા પ્રમાણે જ તન મન અને વાણુને પ્રવર્તાવવી પડે છે. ખગના માર્ગ પર ચાલવું જેટલું મુશ્કેલ છે તેના કરતાં ગુરૂની ભક્તિમાં સ્થિર રહેવું વિશેષ મુશ્કેલ છે. ઉત્તમ ભકિતદશામાં ગુરૂની આજ્ઞાનું કારણ પણ પુછાતું નથી ગુરૂની આજ્ઞામાં સર્વ હિત સમાયું છે. એવી પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી પડે
For Private And Personal Use Only