________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૭૫
---------
દુનિયામાં ઘણે ભાગે છે તેવી પચ્ચાસ સો વર્ષ રહેશે અને ધર્મશાસ્ત્રોના અભ્યાસીઓ સર્વત્ર ઉત્પન્ન થશે, તો એકવાર જેનધર્મની ખૂબીઓ અને જૈનદર્શનની મહત્તાનો ખ્યાલ દુનિયાના ઘણુ મનુષ્યોને આવશે, અને શ્રી મહાવીર પ્રભુનું નામ સર્વત્ર પ્રખ્યાત થશે. આવો વખત જલ્દી આવો !
x
x
x
x
સંવત્ ૧૬૮ પોષ સુદિ ૮ ગુરૂવાર તા. ૨૮-૧૨-૧૧.
બારડી. સમાધિમાં જેટલો સમય જાય છે તેટલા સમયમાં ઈન્દ્રિયોને વ્યાપાર બંધ જેવો હોવાથી અને તેમજ મન પણ અતરમાં એક સ્થિર૫ણાથી લાગેલું હોવાથી આત્મશકિતયોની વૃદ્ધિ થાય છે. તથા મન, વચન અને કાયાના યોગબળમાં નવું જીવન આવે છે. સમાધિમાં રહેવાથી આત્મબળમાં વધારો થાય છે અને આત્માના અતીન્દ્રિય આનન્દને રસ રેલ છેલ થઈ જતો હોય એવો ભાસ થાય છે. ચક્ષુથી દયે દુનિયા કરતાં સમાધિદશામાં અલૌકિક અનુભવાય છે. જેટલા વખત સુધી મન સમાધિમાં રહે છે, તેટલા વખત સુધી સંકલ્પ થતા નથી. એવો ભાસ થાય છે, અને સમાધિદશાનું ઉત્થાન થતાં એકદમ સાંસારિક કાર્યો પ્રતિ લક્ષ્ય લાગતું નથી એવો અનુભવ આવે છે. સમાધિદશામાં ખરે આનન્દ પિતાનામાંથી પ્રકટે છે. અને તે માટે બાહ્યનું કંઈ પણ કરવાનું નથી એમ જણાય છે. સર્વ કાર્યની પૂર્ણાહૂતિ સમાધિમાં વિલય પામી હોય એવો ભાસ થાય છે. સમાધિમાં પ્રથમ તો મન અને આત્મા જુદે ભાસે છે. પણ કેટલીકવાર પશ્ચાત એક આત્મતત્વને જ ઉપયોગ રહે છે. અને બાકીનું એકદમ ભૂલાઈ જાય છે તેમ અનુભવ આવે છે. આવી દશા સદાકાલ, રાત્રિ અને દિવસ રહેતી નથી. પણ સમાધિના ઉથાનકાળમાં કેટલાક સમય સુધી દુધપાકના વમન પછી જેમ દુધપાકની મીઠાશ અનુભવાય તેમ સુખભાવ રહે છે. પુનઃ આવી દશામાં સ્થિર થવાનું મન થાય છે. પણ ધાર્મિક કાર્યોના વ્યવસાયથી ઘણીવાર તેમાં સ્થિર રહેવાતું નથી. પણ અમુક વખતે પુનઃ સમાધિના અભ્યાસથી તેને સ્વાદ પુન: મળે છે. એટલે બાહ્ય દુઃખ ભૂલાય છે. આધ્યાત્મિક અને ઐગિક શાસ્ત્રોના ઘણુ પરિશી
For Private And Personal Use Only