________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારે
ઉપર ચુનાથી બાંધેલાં બે તળાવ છે. અને એક સાદું ખણેલું છે. તે ડુંગર ઉપર ઘરના જેવી બે ગુફાઓ છે. કોઈ વખતે બાવાએ ત્યાં વસે છે.
પુનાથી દમણ સુધી પરશુરામની ધરતી ગણાય છે. તેને ઉત્તર કોકણ કહે છે. ગોળવથી સાત માઈલ ઉપર બારેટને ડુંગર છે. ત્યાં પરશુરામનું સ્થાન હતું એવી દંતકથા છે. તે ડુંગર ઉપર જોવા લાયક ત્રણ ગુફાઓ છે. હાની ગુફાઓ દશના આશરે છે. ઠાણા જીલ્લાની પાસે ડુંગરીના ઉપર ઘણી જાતની વનસ્પતિ થાય છે. જંગલી ખાતાના ઇન્સ્પેકટરે સર્વ વિષેતારણની ત્રણ ચાર જાતની બુટ્ટીઓ દેખાડી હતી.
સંવત્ ૧૬૮ પોષ સુદિ ૭ બુધવાર તા. ર૭-૧૨-૧૧.
દાહણે બેરડી. ગીતાર્થી સ્વ અને પરસમયના જ્ઞાતા હોય છે. પરશાને અભ્યાસ કર્યા વિના પરસમયના જાણું બની શકાતું નથી. સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના, પરસમયના જાણું બની શકાતું નથી. સ્વદર્શન અને પરદર્શનના શાસ્ત્રો મુકાબલો કર્યો પશ્ચાત્ જે અનેકાંતદશ નની શ્રદ્ધા થાય છે તેમજ અનેકાંતદર્શનનું જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સ્થિર રહે છે. સ્વસમય અને પરસમયને જ્ઞાતા મનુષ્ય પોતાનું તથા પરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. પ્રાચીનકાળમાં સ્વ સમયની અને પરસમયની ઘેરઘેર અને ઉદ્યાનમાં પણ ચર્ચા થતી હતી. હાલના કાળમાં તેવા પ્રકારની જ્ઞાનદશા જણાતી નથી. પણ હવે કંઈ જાગૃતિ થવા લાગી છે, અને મનુષ્યોનું મન શાસ્ત્રના વાચન તરફ દોરાયું છે.
જ્ઞાનરૂચિધારક મનુષ્ય ઉત્પન્ન કરવા જોઈએ. ધર્મશાસ્ત્રોના રહસ્યને જાણનારા મનુષ્યો દુનિયામાં ઘણું થશે ત્યારે જૈનધર્મના શાસ્ત્રની કિંમત અંકાશે, અને દુનિયામાં જાહેરમાં તેની એકી અવાજે નિવૃત્તિમાર્ગને માટે પ્રશંસા થશે. તથા તત્ત્વજ્ઞાનમાં જૈન શાસ્ત્રની અન્ય દર્શનીય શાસ્ત્રો કરતાં સર્વ પ્રકારે ઉત્તમતા છે, પણ તેવા પ્રકારના તત્ત્વજ્ઞાનિય હાલ દુનિયામાં ઘણું ન હોવાથી દુનિયામાં તેને ઘણો આઘોષ નથી, પણ હાલ જેવી શાન્તિ
For Private And Personal Use Only