________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ માગશર વદિ ૧૪ મંગળવાર તા. ૧૯-૧૨-૧૧
વાઇ. - ઉત્તમ શુભ વિચારકોને ઉત્તમ વિચારકોની સંગતિ થાય છે, તે એક બીજાને અપૂર્વ રસ પડે છે. સમાન વિચારકોનો પરસ્પર મેળ થાય છે. બે સમાન વિચારકનું અગિયારગણું બળ વધે છે. પરસ્પરને સહાધ્ય દેવામાં સમાન વિચારકો પોતાની શકિતને વાપરે છે. સમાન વિચાર અને આચાર વિના પરસ્પરનાં મન મળતાં નથી. મનુષ્ય પોતાના સમાન વિચારકોની શોધમાં ફરે છે, અને તેઓની સંગતિથી આનદ અનુભવે છે. તેમજ પિતાને સરખા વિચારને ઉત્પન્ન કરી હૃદયની સરળતાનો અનુભવ લે છે. સમાનવૃત્તિથી પરસ્પરનો દિવ્ય પ્રેમ ખીલતો જાય છે. જેમાં સ્વાર્થાત્યાગ, પરમાર્થ, શાંતિ, ભલાઈ, હૈષત્યાગ અને ઉદારભાવ હોય છે તે જ મનુષ્પો દિવ્ય પ્રેમની સૃષ્ટિમાં પ્રવેશ કરવાના અધિકારી બને છે.
પ્રભુપ્રતિમા દ્વારા પ્રભુભક્તિ કરવાથી પ્રેમ, દયા, ભક્તિ, સેવા અને સંન્યાસતા વગેરે ગુણે પ્રકટી શકે છે. જે પ્રભુભકિતથી નીતિ, પ્રેમ અને દયાદિ વતામાં પ્રવેશાય છે તે પ્રભુભકિતની આરાધના સદાકાલ કરવી જોઈએ. મેઘના જેવી ભકિતથી લોહચુંબકની પેઠે ગુણોનું આકર્ષણ થાય છે. દિવ્યપ્રેમ, દયા અને સત્ય પ્રકટવા માંડે એટલે સમજવું કે પ્રભુ ભકિતમાં પ્રેવેશ કરાયો છે.
x
x
x
x
સંવત્ ૧૬૮ માગશર વદિ ૦)) બુધવાર તા. ૨૦-૧૨-૧૧
અગાસી. મનનીય ગાથાઓ સંમત્તિ તક માંથી. एगसमयमि एगदावअस्स बहुआ विहुँति उप्पाया । उपाय समा विगमा बिइयो उस्लग्गओ निअमा ॥४०॥ (द्विकांड) कालो सहाव नियओ पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं तं चेवओ समासओ होति सम्मत्तं ॥ ५३॥ (द्विकांड) नथ्थि न निश्चो न कुणइ कयं न वेएइ नथ्थि निव्वाणं ।। मोक्खो बाओ नथ्थिथ्थ छ मिच्छत्तस्स ठाणाई ॥५४॥ (द्विकांड)
For Private And Personal Use Only