________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
કેલવણી પામેલા વિદ્યાર્થીઓને હેતુ પૂર્વક ઉપદેશ આપવાથી તેઓ તુર્ત ઉપદેશનો સાર ખેંચી શકે છે. અને પોતે જે વિષય જાણે છે, તે અન્યને સારી પેઠે સમજાવી શકે છે એમ અનુભવ છે.
મલાર.
સંવત્ ૧૬૮ ના માગશર વદિ ૧૩ સોમવાર
તા. ૧૮-૧૨-૧૯૧૧. ભાદર. આત્માની શક્તિ ખીલવવાને માટે ઉત્તમ પુરૂષોની સંગતિની જરૂર છે. બાલ્યાવસ્થામાં શુભાચારધારક મનુષ્યના સહવાસમાં રહેવું જોઈએ. અને વિચારશક્તિ ખીલવવા જ્ઞાની મનુષ્યોના સહવાસમાં રહેવું જોઈએ.
કુવા અગર સરોવરમાં પડેલા મનુષ્ય ઉપર ઘણું પાણી ફરી વળે છે. તે પણ તેને બિલકુલ બે લાગતો નથી. પણ એક ઘડા પાણી મસ્તકપર લઈએ છીએ તો ભાર લાગે છે, તે પ્રમાણે મનુષ્ય અહત્વ વિના સર્વ કાર્ય કરે છે તો તેને ભાર દુઃખ લાગતું નથી પણ પિતાના ઉપર અહંવ મમત્વ ક૯પીને ફરે છે તે તેને દુઃખ લાગે છે.
આચાર વિચાર સંબંધી હદયમાં અશુભ સંસ્કાર પડ્યો પશ્ચાત હૃદયમાં આચાર વિચારના શુભ સંસ્કાર પાડવાનો અભ્યાસ ઘણો જ ન સેવાય તો આચાર અને વિચારમાં ફેરફાર થઈ શકતો નથી. પારાનું સુવર્ણ બનાવવું એ કાર્ય જેટલું દુષ્કર છે, તેટલું જ અશુભ સંસ્કાર પડ્યા પછી શુભ સંસ્કાર પાડવાનું કાર્ય છે. બાલ્યાવસ્થાથી અમુક આચારો અને વિચારોના શુભ સંસ્કાર હદયમાં પડવાથી હાલ આવી દશા અમુક ગુણોની અપેક્ષાએ પ્રાપ્ત થઈ છે. ઉચ્ચ ગુણોના હૃદયમાં સંસ્કાર પાડવાનું કાર્ય અનુક્રમે વધારવાનો અભ્યાસ સેવવાની આવશ્યકતા સ્વીકારું છું. જે જે દુર્ગણોના સંસ્કાર હૃદયમાં ઘણું ભવથી ઘર કરીને રહ્યા છે, તે તે દુર્ગને હવે નાશ કરવા સંકલ્પ કરૂં છું.
For Private And Personal Use Only