________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૧૬૫
-
જનમ
ની
અ
સંવત્ ૧૬૮ માગશર સુદિ ૧. તા. ૨૧ મી
નવેમ્બર, ૧૯૧૧ મુંબાઈ, સાધુઓએ વસ્ત્રોની ઉપાધિ ઘણી ન રાખવી જોઈએ. મુછા પર જો કુત્તો નાયડુત્તેજ તામૂચ્છ એજ પરિગ્રહ છે. એમ શ્રીમદ્ મહાવીર પ્રભુએ કહ્યું છે. આ વાક્ય નિશ્ચયનયનું છે. વ્યવહારનયને માન આપીને જેમ જેમ અલ્પ પરિચહ ધારણા કરાય તેમ તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ. હાલમાં વાની પ્રિયતામાં કેટલાક સાધુઓ પ્રવૃત્ત થઈને ઉપધિને ઉપાધિ રૂપે ફેરવી નાખે છે. ભવિષ્યમાં પણ જે આ પ્રમાણે પ્રવૃત્તિ રહેશે તે શિથિલાચાર થવાનો ભય રહે છે.
સંવત્ ૧૯૬૮ ના માગશર સુદ ૩ ગુરૂવાર, તા. ૨૩ મી
નવેમ્બર, ૧૯૧૧ મુંબાઇ, જૈન સાધુઓનું ઐક્ય થવામાં ઘણું વિક્ષેપ નડે છે. ઐક્ય થવાથી કેટલાક સાધુઓ શિથિલાચારી થઈ ગયા છે, તે પણ સુધરશે. ઉદ્યમ છતાં પણું અન્ય કારણોની સામગ્રીના અભાવે સાધુઓનું ઐક્ય થઈ શકતું નથી. ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને કદાગ્રહ ત્યાગવ હોય તો સાધુ વર્ગનું સંમેલન થઈ શકે. હાલમાં તે સાધુવર્ગમાં કોઈ ઠેકાણે પ્રાચીન અને નવીન વિચારોના નામે કંઈક ધર્મ કલેશ ચાલે છે. અદ્યાપિ પર્યત સાધુઓ ચારિત્રની ઉત્તમતાએ પોતાનું ઉત્તમત્વ દર્શાવી રહ્યા છે. પરંતુ ઈર્ષ્યા અને સ્વમતાગ્રહથી સંકુચિતવૃત્તિથી કેટલેક ઠેકાણે સાધુઓમાં પરસ્પર વૈમનસ્ય ઉત્પન્ન થયું છે. તેને ટાળવામાં જો નહિ આવશે તે સાધુઓનું અધ:પતન થાય એમ આશંકા રહે છે. ગચ્છનાં અને સંધનાં બંધારણોને નિયમિત, સંસ્કારિત અને ઉચ્ચ કરવામાં આવશે તે પ્રાયઃ સંવેગિસાધુઓની ઉન્નતિ થશે. આ સંબંધી સાધુઓને કહેવાનું છે. સમાગમમાં આવનારને સાધુઓની ઉન્નતિ અને સાધુઓમાં સંપ બની રહે એવા વિચારે આપવાને નિશ્ચય કરવામાં આવે છે.
For Private And Personal Use Only