________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો,
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૬ રવિ, તા. ૧૨ મી નવેમ્બર
૧૯૧૧ મુંબાઈ, ભિન્ન ભિન્ન પ્રકારનાં વિચારવંત મનુષ્યોને જેનાગોનાં રહસ્ય સમજાવવાં એ કંઈ સામાન્ય કાર્ય નથી. નયેની અપેક્ષાએ ઉત્તમ બોધ દેવામાં આવે તે પ્રત્યેક મનુષ્યને સાપેક્ષ વાણીની અસર થયા વિના રહે નહિ, એમ નિશ્ચય થાય છે. કદાગ્રહીઓ પણ સાપેક્ષ વાણીથી કથાતા સાપેક્ષ બેધથી કદાગ્રહનો ત્યાગ કરે છે. વસ્તુના ભિન્ન ભિન્ન ધર્મો જણાવવાને નયની સાપેક્ષતાને સ્વીકાર કરે પડે છે. અને તેથી વસ્તુના ભિન્ન ધર્મોની માન્યતા સ્વીકારવામાં અને સમજવામાં કદાગ્રહ રહેતો નથી. નાનું સ્વરૂપ કથનાર ભગવાનનું જેટલું માહાત્મ્ય વર્ણવીએ તેટલું અલ્પ છે. નોનું સ્વરૂપ સમજતાં મનુષ્યોના મનમાંથી કદાગ્રહરૂપ વિષ ટળી જાય છે. અને તેને ઠેકાણે મનુષ્યના મનમાં સાપેક્ષનય બોધરૂપ અમૃતનો વાસ થાય છે. આ બાબતને હવે અનુભવ વૃદ્ધિ પામે છે. ખરેખર નાના બેધથી હૃદયમાં કિંચિત્ અંશે ઉદારતા પ્રકટે છે, અને તેથી જૈનેતર કામને પણ સાપેક્ષવાણુથી બોધ આપી શકાય છે. તથા તેઓને વીરપ્રભુના ગુણરાગી કરવામાં આવે છે. જેટલા જે તેટલા સર્વે જો સાત નનું સ્વરૂપ અવધે તો પૂર્વની પેઠે દરેક દેશમાં જૈનધર્મને સ્થાપી શકાય અને તેથી પૃથ્વીના પ્રત્યેક ભાગમાં જૈનધર્મની જય પતાકા ફરકી શકે. જ્ઞાની એક જૈન બનાવવાથી તીર્થની યાત્રા જેટલું ફળ મળે છે.
સંવત ૧૯૬૮ ના કાર્તિક વદિ ૯ મંગળતા. ૧૪ મી
નવેમ્બર ૧૯૧૧ મુંબાઇ. પ્રાત:કાલ વ્યાખ્યાનમાં સામાયકાવસ્યકનું વિશેષતઃ સ્વરૂપ વર્ણવ્યું, મનની સમાન વૃત્તિ ધારણ કરવા માટે સામાયીક કરવું જોઈએ. સામાયકની અસર અન્ય કાર્યો કરતી વખતે થવી જોઈએ. અધપિ પર્યત સામાયક આવશ્યકતા મૂળ અર્થને જોઈએ તે પ્રમાણે આદરી શકાય નથી. સામાયક આવશ્યકના હેતુઓનું જયારે મનન કરું છું ત્યારે તેના ઉપર અત્યંત પ્રેમ
For Private And Personal Use Only