________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૧૬૧
જગત તૃણસમાન ભાસે છે. આવી માનસિક દશા ઘણી વખત આવે છે. છતાં વ્યાવહારિક વિક્ષેપોથી અને ધર્મનાં કાર્યો કરવામાં દાક્ષિણ્યથી આ ભાવ સદાકાલ રહેતો નથી. અર્થાત તેમાં કંઈ મંદતા આવે છે. તે મંદતા ટાળવામાં હવે અન્તઃકરણથી પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો છે.
સંવત ૧૯૬૮ કાર્તિક વદિ ૬ શનિવાર, તા. ૧૧ મી
નવેમ્બર. મુંબાઈ જૈનધર્મ સંબંધી પત્ર કાઢનારાએ જે એક બીજા ઉપર આક્ષેપ કરે તો ખરેખર ! જૈનધર્મની અવનતિ થઈ શકે. પત્રકારોએ મળતી બાબતેમાં સંપ કરીને ચાલવું જોઈએ. અને જે બાબતો મળતી ન આવતી હોય તે બાબતમાં પરસ્પર પત્રકારોએ દલીલ આપીને પિતાના વિચારોને ગંભીરપણે ચર્ચવા જોઈએ. અને વ્યક્તિ નિંદા આદિ દેષોથી દૂર રહીને ઉદારભાવથી ધાર્મિક વિષયોને ચર્ચવા જોઈએ. હાલમાં પત્રકાર પિતાના મૂળ ઉદ્દેશને સાચવીને સામાજિકોન્નતિ કરવા જેવો જોઈએ તે પ્રયત્ન કરતા નથી. પત્રકારોમાં ગંભીરતા ઉદારતા, ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, ઉત્તમનીતિ, વિશાળકૃતિ, અને અન્યોની સાથે સંપ જાળવવાની શકિત આદિ સગુણ હેવા જોઈએ. પત્રકારોએ સ્વાર્થ દૃષ્ટિનો ત્યાગ કરવો જોઈએ; અને પરમાર્થ બુદ્ધિથી લેખો લખવા પ્રયત્ન કરવો જોઈએ. આ જમાનામાં સંકુચિત દૃષ્ટિનું રાજ્ય ચાલવાનું નથી. જ્ઞાનના જમાનામાં વિશાળ દષ્ટિનું રાજ્ય પ્રવર્તે છે. જૈને જમાનાને અનુસરી જૈનાગને અવિરોધી એવી વિશાળ દૃષ્ટિને ધારણ કરશે તો ઉત્ક્રાન્તિના જમાનામાં અન્યધર્મી પ્રજાએની સાથે સ્પર્ધામાં ટકી શકશે, અન્યથા જેનો વ્યાવહારિક તથા ધાર્મિક અભ્યદયને સંભવ નથી.
For Private And Personal Use Only