________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગગને પણ છ આવશ્યકમાં સમાવેશ થાય છે. શબ્દ અને શબ્દાર્થ તેમજ અનુભવાર્થ પૂર્વક છ આવશ્યકોને અવબોધીને વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક છે આવશ્યક કરવાં. હજી હું દરરોજ આવશ્યક ક્રિયા વડે આત્મોન્નતિ કરવા દરરોજ બે વખત તેનો અભ્યાસ કરું છું. આવશ્યક કરનારમાં સમતા, ભક્તિ, પ્રેમ, વૈરાગ્ય, ગુરૂભક્તિ, વિનય, નૈતિક બળ, પ્રમાણિકત્વ, પારપરિત્યાગ, ભ્રાતૃભાવ, દેહમમત્વત્યાગ, ઉચ્ચજ્ઞાન, વૈર્ય, અને બધિરાત્મ બુદ્ધિને ત્યાગ આદિ ગુણો પ્રકટવા જોઈએ.
સંવત્ ૧૯૬૮ કાર્તિક વદ ૨ બુધ તા. ૮ મી નવેમ્બર
૧૯૧૧. મુંબાઈ.. દરરોજ મનુષ્યોને બોધ દેવા માટે વ્યાખ્યાન વાંચું છું, પણ જોઈએ તેવી તેમના આચાર વિચારો જોતાં વ્યાખ્યાન શ્રવણથી પ્રાય: વિશેષ અસર થઈ હોય તેમ લાગતું નથી. આનું કારણ એ છે કે તેઓ ગાડરીઆ પ્રવાહની પેઠે વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને વ્યાખ્યાન શ્રવણ કર્યા પશ્ચાત તેનું વારંવાર મનન કરતા નથી, તેથી શિલાપર થએલી વૃષ્ટિની પેઠે તેમના મન પર થએલી અસર ઘડીવાર પછી ભુંસાઈ જાય છે. શ્રવણ બાદ મનન કરવું જોઈએ. આકાશમાંથી થએલી વૃષ્ટિને તલાવ વગેરેને બાંધી તેમાં સંગ્રહવાથી દુષ્કાલના સમયમાં જળની અમૃત સમાન કિમત ગણાય છે, તેવી રીતે ઉપદેશ શ્રવણને હૃદયમાં ધારી રાખીને તેના હૃદયમાં સંસ્કારો પાડવાથી ગુરૂઉપદેશ વિરહમાં ગુરૂનો ઉપદેશ તાજો રહે છે, અને તેથી રાગદ્વેષને ઉત્પન્ન થતા વારી શકાય છે. આજ અનુભવ એક કારણથી થઈ આવ્યો છે.
સંવત ૧૯૬૯ કાર્તિક વદ ૩ ગુરૂવાર. તા. ૯મી
નવેમ્બર ૧૯૧૧. મુંબાઈ, અન્તર્ મુખવૃતિ જેની થાય છે, તેનું મન આનન્દથી મસ્ત બને છે અને નિસ્પૃહ ભાવમાં એટલું બધું ઉડું ઉતરી જાય છે કે તેની આગળ નાદિકની કંઇ કિંમત ભાસતી નથી, નિરજ તૃપક નિસ્પૃહીને
For Private And Personal Use Only