________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૫૮
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૧૦ બુધવાર, તા. ૧ લી
નવેમ્બર ૧૯૧૧. મુંબાઈ. કોલાબાના જિન મંદિરમાં સ્થાપેલી પ્રતિમાઓનાં દર્શન કર્યા. મુંબઈમાં કટ વગેરેની બિલ્ડિંગો પણ પ્રસંગે પાત્ત રસ્તામાં જતાં દેખવામાં આવી. પૂર્વે રાજગૃહી વગેરે નગરીયોની પણ સૂત્ર વર્ણનાનુસારે અપૂર્વ શોભા હશે. એમાં શંકા રહેતી નથી. આર્યાવર્ત માં એણિક જેવા જેન નૃપતિઓનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું, ત્યારે જેને મહાન અભ્યદય હતા. સમ્પતિ એકાદશ સમય જૈનોનો હોય તો જૈન ધર્મની કેવી જાહોજઝલાલી હોય તેને સહેજ ખ્યાલ આવે તેમ છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૧૩ શનિવાર. તા. ૪ નવેમ્બર
૧૯૧૧. મુંબાઈ. છ આવશ્યકેનું સ્વરૂપ આજરોજ વ્યાખ્યાનમાં સારી રીતે યથામતિ સમજાવ્યું હતું. દેતું અને અમૃત ક્રિયાવડે છે આવશ્યક કરાઓ ! એવી ઇચ્છા રાખું છું. હું આવશ્યકોનું યથાર્થ સ્વરૂપ નહિ સમજવાથી અને ગાડરીયા પ્રવાહપતિત મનુષ્યોની સાધ્ય શૂન્ય દૃષ્ટિથી લોકોમાં આવશ્યક ઉપર અરૂચિ વધતી જાય છે, પણ તેથી જિજ્ઞાસુઓએ નહિ કંટાળતાં આવશ્યકોનું સ્વરૂપ જાણીને કહેણી પ્રમાણે રહેણી રાખીને દરરોજ છે આવશ્યકની ક્રિયા કરવી જોઈએ. છ આવશ્યકનો ભાવ અને તેનો ઉદ્દેશ ઉત્તમોત્તમ છે. જેમ જેમ આવશ્યક સંબંધી વિચાર કરીએ છીએ તેમ તેમ તેની અપૂર્વતા અભિનવ૫ણે ભાસ્યા કરે છે. મનુષ્યના આત્માને ઉચ્ચમાં ઉચ્ચ બનાવવા માટે આવશ્યકેનું સ્વરૂપ છે. દ્રવ્ય આવશ્યક કરતાં કરતાં ભાવ આવશ્યકનું પ્રતિદિન ઉચ્ચ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આત્મિકોન્નતિમાં પ્રવેશ કરવાને માટે આવશ્યકની ઉત્તમતા જેટલી વર્ણવીએ તેટલી ન્યૂન છે. આવશ્યકોના યથાર્થ સ્વરૂપને સમજીને જેઓ આવશ્યક કરે છે તેઓના આત્માની ઉચ્ચતા થયા વિના રહેતી નથી. મનુષ્ય શુદ્ધિ માટે છ આવશ્યક કરવાં જોઈએ.હઠયોગ, રાજયોગ, નતિયોગ, મંત્રોગ, ભક્તિયોગ અને જ્ઞાનગ, અધ્યાત્મ જ્ઞાન અને ઉત્તમ સદગુણો વગેરેને છ આવકમાં સમાવેશ થાય છે, યમ, નિયમ, આસન,
For Private And Personal Use Only