________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૧૫૭
namamaraannnnnnnnn
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૭ રવિ, તા. ૨૯મી
કટેમ્બર ૧૯૧૧. હે ચેતન ! અનેક સુપુરૂષો અનેક પુરૂષના સમાગમમાં આવ્યા. તે ઘણું જોયું, અનુભવ્યું, હવે તે સારામાં સારભૂત નિરૂપાધિ દશાના પ્રદેશમાં જ ગમન કર્યા કર ! ! ! ધર્મ પ્રવૃત્તિની ઉપાધિના ઘણું સંબંધે તે પોતાની મેળે તું ઉભા કરે છે. તેમાં જે કે ઉપકારનો ઉદ્દેશ મુખ્યપણે છે. તે પણ નિરૂપાધિ દશા જળવાઈ રહે તેવી રીતે ઉપકારમાં પ્રવૃત્ત થઈને સ્વશુદ્ધ ગુણોનું ધ્યાન ધર્યા કર ! તથા નિરવધ ક્રિયામાં પ્રવૃત્તિ કર્યા કર ! સાધુની દશામાં પ્રતિદિન ઉચ્ચ નિર્મળ અધ્યવસાયના હેતુઓનું અવલંબન કરતો જા ! ઉપકારને ભાઈ દેષ એ ન્યાયનો અનુભવ લઈને પણ તું અદભાવે રહે. અનેક પ્રકારની વૃત્તિયોના ધારક મનુષ્યો સ્વકીય નૃત્યનુસારિ વદે આચરે તે પણ તું મધ્યસ્થ ભાવથી વર્તજે ! ધર્મને પ્રચાર કરવા તારી અત્યંત શુભેચ્છા છે, કિન્તુ સર્વસાનુકુલ સામગ્રી વિના ઈચ્છિતોદયની સિદ્ધિ થતી નથી. જન ગુરૂકુળ વિચારો દર્શાવવામાં તે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તું બને તે કર પણ તાત્કાલિક ફલની ઈચ્છાથી ચિંતાના પ્રવાહમાં તણુતો નહિ. ધર્મના પ્રવૃત્તિ માર્ગરૂપ વ્યવહાર માર્ગમાં જેમ નિરૂપાધિ દશા રહે, તેવી રીતે પ્રવૃત્તિ કર અને અંતમાં સહજ સમાધિની ભાવના ભાવ. ઉદ્યમથી ન હઠે એવી કર્મના યોગે પ્રાપ્ત થએલી ઉપાધિઓને શાન્ત ભાવે વેદ અને માનસિક શરતા ધારણ કર.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૮ સેમવાર, તા. ૩૦મી
ઍકટોમ્બર ૧૯૧૧. મુંબાઈ સાધુઓને અનેક નયથી ગર્ભિત ઉપદેશ હોય છે. કોઈ વખત કોઈ બાબતની મુખ્યતાએ ઉપદેશ દેવાતો હોય, અને કોઈ બાબતની ગણતા થઈ હોય. કોઈ વખત ગણી ભૂત વિષયને મુખ્ય કરીને ઉપદેશ દેવા હોય, ત્યાં શ્રોતાની પાત્રતા અને વક્તાના આશય આદિ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની તારતમ્યતા વિચારવી. કોઈ વખત અમુક બાબતમાં નિશ્ચયની મુખ્યતાએ ઉપદેશ દેવામાં આવે છે. કંઈ વખત અમુક બાબતમાં વ્યવહારની પ્રધાનતાએ ઉપદેશ દેવામાં આવે છે. કોઈ વખત ક્રિયાની મુખ્યતાએ અમુક અધિકારીઓ પ્રતિ ઉપદેશ દેવામાં આવે છે. અને કોઈ વખત અમુક
For Private And Personal Use Only