________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
અજય
રમાં ઉત્તમ નીતિરૂપ ચારિત્રને ધારકો સ્વદેશોન્નતિ કરી શકે છે. ઉત્તમ આચાર અને ઉત્તમ પરોપકાર આદિના વિચારોથી મનુષ્ય ગમે તે સ્થિતિમાં સ્વદેશ સેવા, સ્વધર્મ સેવા, અને અધિકાર સેવા કરવા સમર્થ બને છે. ઉત્તમ બોધને આચારમાં મૂકવાથી જ સ્વધર્મોન્નતિ થાય છે. ઇર્ષા, દ્વેષ, કલેશ, અને કુસંપ વગેરે માનસિક દોષો ટળ્યા વિના ભારતભૂમિસ્થ મનુષ્યની આન્તરિક તથા બાહ્યાન્નતિ થવાની નથી, માટે ઉપર્યુકત કથનને આચારમાં મૂકવાની અત્યંત આવશ્યક્તા છે.
સંવત્ ૧૯૬૮ કાર્તિક સુદ ૬ શનિવાર. તા. ૨૮ મી
આંકટેમ્બર ૧૯૧૧ મુંબાઈ અપ્રામાણિક મનુષ્યના સંસર્ગથી તેઓને માનસિક નિર્બળતાને વ્યાવહારિક પ્રત્યક્ષપણે ખ્યાલ આવે છે. અપ્રામાણિક વૃત્તિધારકમનુષ્યના વચનેને વિશ્વાસ ઉદ્દભવતો નથી. દુર્જન મનુષ્યોની મધુરી વાણું અને તાત્કાલિક સુખાવહ ચેષ્ટા પણ અને કિમ્પાક ફળની પેઠે સજજના પ્રાણનો નાશ કરનારી થાય છે. ભાષાશાસ્ત્ર વા રસાયનાદિકશાસ્ત્રોના અભ્યાસી સજજન હોય એવો નિયમ નથી. પ્રત્યેક વસ્તુનું સૂક્ષ્મજ્ઞાન સંપ્રાપ્ત કરી શકાય છે. કિન્તુ મન, વાણી અને કાયાધારા સદાચારની પ્રાપ્તિ કરવી મહા દુર્લભ છે. કેળવણી પામેલા સાક્ષરો પણ વિપરીત થયા છતાં રાક્ષસને પાઠ, ભવરૂપનાટયભૂમિમાં ભજવી બતાવે છે. કેટલીક વખત કહેવાતી કેલવણી નહિ પામેલા મનુષ્યોમાં પણ કેટલાક કેલવણુ પામેલાઓ કરતાં દયા, સાચ, શુદ્ધપ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, દાન, મૈત્રી અને સ્વાર્પણતા આદિ વિશેષ સગુણો દેખવામાં આવે છે. પ્રામાણિક મનુષ્ય પોતાની પિઠીકાને દઢ બનાવે છે, અને નીતિના માર્ગ પર અડગ શ્રદ્ધાય ઉભું રહીને ગરીબાઇમાં પણ શહેનશાહી કરતાં વિશેષ શાન્તિ ભોગવે છે. વિંચારીને જે બાબતની પ્રતિજ્ઞા કરી વા મનમાં દૃઢ સંકલ્પ કર્યો તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી. ઉપમાથે કહેવું પડે છે કે વિચારનાં સૂક્ષ્મ ચિત્રોને આચારમાં મૂકીને પ્રત્યક્ષ કરી શકાય છે,
For Private And Personal Use Only