________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪.
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
મુંબાઈ સંવત ૧૯૬૮ ના કાર્તિક સુદ ૩ બુધવાર
તા. ૨૫ મી ઓકટોબર ૧૯૧૧ મેહના અધ્યવસાયના ઉત્પત સમયે વૈરાગ્ય પરિણામ જેના હૃદયમાં જાગ્રસ્ત થાય છે તેને ધન્યવાદ ઘટે છે. જ્ઞાનગતિ વૈરાગ્ય રસની ચિરસ્થાપિતા અર્થે જ્ઞાનવન્તના સમાગમની અત્યન્ત આવશ્યકતા છે.
પ્રત્યેક મનુષ્યની અધિક દશાની પરીક્ષા કરનાર તત્ તત મનુષ્ય ગ્ય ઉપદેશ આપવાને માટે સમર્થ બને છે. તત તત મનુષ્યોના અધિકારની પરીક્ષા કર્યા વિના ઉપદેશ દાનથી નિષ્ફળતા વા વિપરીતતારૂપ ફળનું અવલોકન થાય છે.
મનુષ્યના હદયનું સમાવલોકન કરવા માટે તેની સાથે સર્વ કાલિક ગાઢ પરિચયની આવશ્યક્તા છે. મનુષ્યના હદગાર, મને મળ્યા વિના વાણીધારા બહિર નીકળતા નથી. સમાન આચાર અને વિચારથી મનુષ્યનું અન્ય મનુષ્યોની સાથે મન મળે છે. સૂક્ષ્મ વિચાર શક્તિના અનુક્રમાભ્યાસથી મનુષ્યોનાં હૃદયની પરીક્ષા કરી શકાય છે.
નિસ્વાર્થ અને નિર્વિષયીશુદ્ધપ્રેમધારક સત્પરૂષોના પ્રતિ પૂજ્યભાવ ધારણ કરવાથી નીચ મનુષ્યો પણ ઉચ્ચતર મહાત્માઓના આસનને પ્રાપ્ત કરે છે. વૈષયિક પ્રેમ વિકારથી સ્વ અને પરનું ઉચ્ચ શ્રેયઃ કદાપિ સધાતું નથી. અત એવ સર્વથા સર્વદા શુદ્ધ પ્રેમ પ્રકટાવવા હદયમાં ઉત્તમ વિચારો કરવા. ઉત્તમ માટે ઉત્તમ વિચારોની આવશ્યકતા છે એમ સિદ્ધ ઠરે છે. જ્ઞાનનું ફળ માનસિક ઉતમ ચારિત્ર દશા છે. યદિ માનસિક ઉચ્ચ ચારિત્ર સિદ્ધ થયું તો પશ્ચાત કાયિક અને વાચિક ઉત્તમ ચારિત્ર સહેજે બનશે.
સંવત ૧૯૬૮ કાર્તિક સુદ ૪ ગુરૂવાર, તા. ૨૬ મી
ઍકટેમ્બર ૧૯૧૧. મુંબઈ. જૈન પુસ્તકોને સમગ્ર એક ભંડાર એક સુરક્ષિત સ્થાનમાં સ્થાપવો જોઈએ. પાલીતાણું અગર અમદાવાદ વગેરેમાં લાખો રૂપીયાના ભેગે એક સરસ્વતી જ્ઞાન ભંડાર સ્થાપવાની આવશ્યકતા છે. અને તેમાં સર્વ પ્રકારનાં પુસ્તકેની એક એક પ્રતિ અવશ્ય રાખવાની બેઠવણ થવી જોઇએ. આવા
For Private And Personal Use Only