________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
ધર્મકર્મ વર્ણ વિચાર
** --... ............... ----• • • ----
- '
ધર્મ જ્ઞાન પ્રાપ્તિ વગેરેમાં સાહાચ્ય આપવી. દેશકાલાનુસારે સાધુવર્ગ અને ધર્મને નાશ ન થાય એવા ઉપાયો પ્રતિદિન લેવા અને જમાનાને અનુસરી ધર્મને બોધ દે. આચાર્યોએ પરસાર સંપીને વર્તવું. પરસ્પર એક બીજાની ઉન્નતિમાં વીર્યને સદ્વ્યય કર, જે એ પ્રમાણે વર્તવામાં પ્રસાદ થશે તો સ્વહસ્તે ધર્મ અને સાધુઓ વગેરેને ઉછેદ કરવાનું પાપ તેઓ સ્વયં હરી લેશે. સામાન્ય મતભેદની બાબતેની ઉદાર દષ્ટિથી ઉપેક્ષા કરીને સાધુઓએ ચાર પ્રકારના વર્ણની ધામિર્કન્નતિના ઉપાયો રચવા અને તે પ્રમાણે ઉપદેશ દે. ચારિત્ર્યમાં શથિલ્ય ન પ્રવેશે એ માટે ઘટતા ઉપાયો લેવા. સાધુઓ અને સાધ્વીઓના વિરોધી નાસ્તિક સામે ઉભા રહીને સ્વાસ્તિત્વ અને સ્વાન્નતિનું રક્ષણ કરનાર પ્રબંધ-ઉપાયની વ્યવસ્થા કરવી. સર્વગચ્છીય સાધુઓએ પરસ્પર સંપાદિ કોલ કરાર કરીને અમુક મળતી આવતી બાબતમાં મળીને સંપ્રવર્તવું. સાધુ શાળાઓની અને સાધ્વીઓની શાળાની વ્યવસ્થા કરવી તથા જ્ઞાન ભંડારોની સુવ્યવસ્થા કરવી. સ્વધર્મ પાળનારી પ્રજામાં ચાર પ્રકારની શક્તિ સંરક્ષિત અને વ્યવસ્થિત રહે એ ઉપદેશ દેવા. સાધુઓ સર્વ પ્રકારની પ્રચલિત ભાષામાં વિધાન બને એવી રીતે તેઓને અભ્યાસ કરાવો. સ્વધર્મ પાલક ગૃહસ્થો સ્વધર્મનું રક્ષણ કરે એવી રીતનો ઉપદેશ દેઈ સર્વરીતે બળવાન બનાવવા.
For Private And Personal Use Only