________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ધર્મકર્મ વર્ણ વિચાર
બાદ તેની વિશાલતા ટળી જાય છે તેમજ તેમાં શુદ્ધ ધર્મરૂપ જલના અભાવે જ્ઞાનીઓ ખાબોચીયા રૂપ થએલ ધર્મથી વિમુખ થાય છે. આવી સ્થિતિ ખરેખર ભૂતકાળમાં અનેક ધર્મોની થએલી છે. વર્તમાનમાં કેટલાક ધર્મોની દેખાય છે અને ભવિષ્યમાં કેટલાક ધમેની થશે. જૈનધર્મોપાસકોએ ગમે તેવા વ્યાવહારિક રૂઢાચારોના ગે જેનધર્મની ખાબોચીયા જેવી સ્થિતિ ન થઈ જાય તે સંબંધી ખાસ વિચાર કરીને ઘટતા ઉપાયે લેવા જેઈએ.અનેક મત મતાંતરનાં વહેંચાએલી અને મતભેદે પરસ્પર એકબીજાના પર શત્રબુદ્ધિ રાખીને યુદ્ધ કરનારી તથા પરસ્પર એક બીજાને અધર્મ, પાપી, અનાચારી માનનારી પ્રજાએ પિતાની ગંધાતા ખાબોચીયા જેવી દશા છે કે કેમ તેને સ્વયમેવ વિચાર કરીને સંકુચિતત્વ, અજ્ઞાન, દ્વેષ, કલેશ, મતની અસહિષ્ણુતા વૈર-નિંદા વગેરે દોષો ટળે અને ધર્મની વિશાળતા ઉત્તમતા, અને નિર્મલતાની વૃદ્ધિ થાય એવા ઉપાય લેવા એટલું પ્રસંગોપાત્ત કથવામાં આવે છે. શ્રીવીરપ્રભુએ નાત જાતની મહત્તા માની નહતી એમ સૂત્રેપરથી સિદ્ધ થાય છે. પાછળથી વેદાન્તીઓના જોર વખતે વર્ણવ્યવસ્થા કંઈક શરૂ થઈ. આ સંબંધી ઘણું કહેવાનું તથા વિચારવાનું છે. ગૃહસ્થ ચાતુર્વર્ણિક મનુષ્યોની આત્મિકેન્નતિને આધાર જ્ઞાન છે. આત્મજ્ઞાનના પ્રકાશે તેઓ વ્યાવહારિક ગુણકર્મમાં પ્રવૃત્તિયુક્ત થયા છતાં પણ આધ્યાત્મિક સુખનું પાત્ર બની શકે છે. આત્મજ્ઞાન વિના ધર્માનુષ્ઠાનેમાં પણ જડતા, શુષ્કતા અને સંકુચિતરૂઢિવિચારતાવાળા બનીને તેઓ સત્યમાર્ગથી ભ્રષ્ટ થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને વિશ્વમાં જેમ જેમ વિશેષતઃ ફેલા થાય છે તેમ તેમ સર્વવર્ષીય મનુષ્યોની આત્મવિશુદ્ધિની વૃદ્ધિ અને જડ વસ્તુઓની મૂચ્છ અહં મમત્વ પૂજા વગેરેને વિલય પામે છે. સર્વ વર્ણને પૂજ્ય એવા વર્ણાતીત અનન્ત બ્રહ્મમાં રમનારા ત્યાગીઓની સેવા ભકિત વડે વર્ણસ્થ મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સર્વવર્ષીય મનુષ્યોને આત્મજ્ઞાનધારા સત્ય સુખને માર્ગ દેખાડનાર ત્યાગી મુનિવરે હોય છે. તેઓની સેવા ભકિતમાં લયલીનતા ધારણ કરવાથી તેઓ પ્રવૃત્તિમાં પચેલા મનુષ્યને નિવૃત્તિ સુખનું દર્શન કરાવે છે. નિવૃત્તિમાર્ગના વિચારો અને આચારનું રક્ષણ કરનાર અને તેનું સાહિત્ય દ્વારા અસ્તિત્વ પિતાની પાછળ મૂકનારા સાધુઓ તથા સાધ્વીઓ છે. પ્રવૃત્તિમાર્ગ સ્થિત મનુષ્યોને જ્ઞાન, વૈરાગ્ય, ભકિતમાર્ગ તથા ધર્મક્રિયાનું વાસ્તવિક સ્વરૂપ અવબોધાવનાર ત્યાગી સદગુરૂ છે. મેક્ષના પ્રતિનિધિ સશુરૂ છે. ત્યાગી મુનિ ગુરૂના ભક્ત થયા
For Private And Personal Use Only