________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર.
૧૪૮
વસ્થા રક્ષવી જોઈએ અને તે સાહાટ્યક સુવ્યવસ્થા પ્રમાણે પ્રવૃત્તિ કરીને સર્વની પ્રગતિ કરવી એ જેનોએ કર્મ અને ધર્મ દષ્ટિની સાપેક્ષતાએ સમજવું જોઇએ. ધર્મ અને વ્યાવહારિક વર્ણ-કર્મ બંધારણો દેશકાલાદિના અનુસારે જે જે દષ્ટિએ હેય અને જે જે દષ્ટિએ અનુપયોગી હોય તેને વિવેક કરીને ચાતુર્વણિક ધર્મ કર્મ વ્યવહારાચાર વિચાર પ્રગતિ માર્ગમાં સંચરવું એ વિશેષ હિતાવહ છે. અ૫હાનિ અને વિશેષ ધર્મલાભ ઉત્સર્ગ, અપવાદ સ્વાધિકાર ઇત્યાદિને પરિપૂર્ણ બંધ કરીને આત્મોન્નતિમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
ઉપર્યુક્ત ગુણ કર્માનુસારે વ્યવહારિક દષ્ટિએ ચાતુર્વણ્ય ગાઈથ્ય ધર્મ કર્મ વિચારાચાર વ્યવસ્થા પ્રમાણે વર્તતાં છતાં માનવ બધુઓ! તમે તમારા શરીરમાં છુપાયેલા આત્માને પરમાતમાં માનીને સ્વયં પોતાને સ્વતંત્ર અને સત્ય સુખ માનીને કલ્પિત ભય દુખની વિચારશ્રેણિને ભૂલી જાઓ. વ્યવહારે સ્વાધિકાર જે જે ગુણકર્મ કર્તવ્યોને તમે કરતા હોય તથાપિ અન્તર્ દષ્ટિએ તમો સર્વે સરખા આત્માઓ છે એવું લક્ષ્યમાં રાખી અને ત્યાગભાવ પ્રગટતાં ત્યાગી બનીને આત્મસમાધિમાં લયલીન થઈ અનન્ત સુખને ક્ષણે ક્ષણે આસ્વાદ્યા કરો. ઉપર્યુકત વ્યવહારમાં વર્યા છતાં પરમબ્રહ્મ સ્વરૂપમય થવું એ જ તમારું વાસ્તવિક આવશ્યક કર્તવ્ય ક્ષણે ક્ષણે સ્મરતા રહો. સર્વમાં સમાનભાવ રાખીને પરતંત્રતાનાં બલ્બનો ઉછેદી નાખો. બ્રહ્માસ્વરૂપમાં લીન થઈ જાઓ અને સર્વત્ર વિશ્વમાં જૈનધર્મરૂપ બ્રહ્મને પ્રગટ કરવાને દૈવી શકિતયો વડે પ્રયત્ન કરો. જ્ઞાન વડે વસ્તુતત્ત્વને પ્રકાશ કરે. અજ્ઞાનરૂપ તિમિરમાં રહેલા છોને જ્ઞાનરૂપ પ્રકાશ બહાર આકર્ષે છે. અને તેઓને સુખની ઉચ્ચ ભૂમિકાના માર્ગ પ્રતિ આકર્ષે છે.આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના રાગદેષના બંધનમાંથી આત્મા મુક્ત થતો નથી. રૂઢિક્રિયાના સંકુચિત મનરૂપ ખાબોચીયામાં ધર્મરૂપજલ ગંદુ બની જાય છે અને તે ઉપર કલેશ, અજ્ઞાન,મેહ, રાગ, દ્વેષ, હિંસાભાવ, જડતા વગેરેની સેવાળ એટલી બધી જલ ઉપર વિસ્તરાઈ જાય છે કે જેથી તેમાં રહેલા યતકિંચિત જલનું ભાન થતું નથી. તેવા પ્રસંગે તેમાં તુચ્છ જતુઓ રહે છે. જ્ઞાની હસે ત્યાં આવી શકે જ નહિ. દરેક ધર્મમાં રૂઢિબને, અનુષ્ઠાને અને વિચારોમાં શુષ્કતા, અધ્યાત્મ જ્ઞાનને અભાવ અને અજ્ઞાનને પ્રચાર તથા મહાદિદ્વારા સંકુચિત દષ્ટિ થતાં તેની ગંધાતા જલના ખાબોચીયા જેવી દશા થાય છે અને તેવી સ્થિતિ થયા
For Private And Personal Use Only