________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ધર્મકર્મ વર્ણ વિચાર.
ધર્મ વ્યવસ્થાને બેઈ દીધી અને તેથી સંપ્રતિ જે ધર્મની અવનતિ થઈ છે તે અન્ય ધર્મોના મુકાબલે અવગત થયા વિના રહેતી નથી. આ પ્રમાણે અન્ય જાતિ દેશીય ધર્મોમાં ભૂતકાલે બન્યું છે અને ભવિષ્યમાં ઉપરના કારણે વિશ્વપ્રવર્તિત ધર્મોમાં તેવું થયા કરશે. ધર્મને જુસ્સો, પ્રેમભાવ, ભ્રાતૃભાવ, રક્ષણતાની શક્તિ, વ્યાપાર શક્તિ, સેવા ધર્મની શતા, જ્ઞાન શક્તિ, ગુરૂઓ પર પૂજ્યભક્તિભાવ, આત્મભેગ આપવાની શકિત, ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગની ઉપયોગિતાનો નિર્ણય કરવાની શકિત, સામાજીક ગુણકર્મ બંધારણો સુધારવાની અને સંરક્ષવાની શકિત, ધર્મગુરૂની આજ્ઞામાં દૃઢ રહેવાની શ્રદ્ધા, આત્મજ્ઞાનને પ્રચાર અને વ્યવહાર ધર્મકાર્યોને સ્વાધિકાર પ્રમાણે કરવાની ફરજને પ્રાણ જતાં ધારણ કરવાની શકિત, ધાર્મિક ફરજો અને વ્યાવહારિકેાદયકારક ફરજો બજાવતાં પાણભોગ આપવાની આત્મશ્રદ્ધા પ્રવૃત્તિ, જ્ઞાની સાધુઓને સહાય આપવાની પૂર્ણ શ્રદ્ધા ભકિત, વિશાલ દષ્ટિ, ઉદાર ભાવ, સર્વ મનુષ્યોને સાહાચ્ય આપવાની આત્મભોગ પ્રવૃત્તિ, ધર્મની, સંધની, દેશની, સર્વ મનુષ્ય જાતની ઉન્નતિ અને પરમાર્થની પ્રવૃત્તિમાં સર્વવર્ગીય મનુષ્યોને સ્વસ્વાધિકારે પ્રવર્તવાની ફરજ વગેરે ગુણની પૂર્ણકલાએ ખીલવવાથી જ દેશની, ધર્મની અને મનુષ્યોની ઉન્નતિની અભિવૃદ્ધિ અને સ્વાદિ સંરક્ષણ થઈ શકે છે. જે દેશમાં ઉપર્યુક્ત સદગુણો હોય છે તે દેશના મનુષ્યોની ચઢતી થયા કરે છે અને પડતી થતી નથી. એમ સર્વત્ર, સર્વથા, સર્વદા સર્વ પ્રકારની ઉન્નતિનાં ઈત્યાદિ લક્ષણો અવબોધવાં.
સર્વત્ર દેશમાં ચારે પ્રકારના ગુણ કર્મવાળા મનુષ્યોમાં અધ્યાત્મજ્ઞાન દ્વારા આધ્યાત્મિક ગુણો ખીલે છે અને દેશીય મનુષ્યો સાત્વિક ગુણોની ઉન્નતિ પ્રાપ્ત કરે છે. રજોગુણ અને તમોગુણની ઉન્નતિ સદા ટકી શકતી નથી. રજોગુણ અને તમે ગુણીની ઉન્નતિથી અભ્યદય પામેલા મનુષ્યો બાહ્ય વ્યાવહારિક પૂલ વસ્તુઓ પર સત્તા ભોગવી શકે છે અને તેઓ સત્વ ગુણની દેવિક ગુણોની શક્તિને દબાવી શકે છે પરંતુ અને તે તેઓ પરસ્પર કલેશ યુદ્ધાદિવડે યાદવાસ્થળી રચીને સ્વયમેવ વિનાશ પામે છે. રજોગુણ અને તમોગુણની શક્તિને આસુરી શકિત કથવામાં આવે છે અને જે ગુણ અને તમોગુણમાંજ રાચી માચી રહેલા મનુષ્યોને સત્વગુણની અપેક્ષાએ અસુર-દે કથેવામાં આવે છે. સત્વગુણને સેવનારાઓ દેવી શક્તિવાળાએ અવબેધવા, વિશ્વમાં દૈવી શકિતવાળા અને આસુરી શક્તિ
For Private And Personal Use Only