________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ધર્મકર્મ વર્ણ વિચાર
પરંપરારૂપ પ્રવાહને સંરક્ષી શકે એ પિતાની પાછળ સંતતિ પ્રવાહ મૂકતા જાય છે. સંસાર ત્યાગી મુનિવરે ચાતુર્વણિક ગૃહસ્થ મનુષ્યોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષને માર્ગ દર્શાવે છે. દાન, શીયલ, તપ અને ભાવના એ ચારનો ઉપદેશ દેઈને ત્યાગી મુનિવર ગુરૂઓ ગૃહસ્થ મનુષ્યને ધર્મમાં સ્થિર કરી શકે છે. ગૃહસ્થ મનુષ્ય અવિરતિ સમ્યમ્ દષ્ટિ અને દેશવિરતિ એ બે પાલવાને સમર્થ થાય છે. સાધુઓને વર્ણાદિકનું દ્રવ્યથી વા ભાવથી બંધન હોતું નથી. ગમે તે વર્ષીય મનુષ્યને તે ઉપદેશ આપીને જૈનધર્મના સન્મુખ કરી શકે છે. માનો કે સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યો જેન બને તે તેઓ ચાર વર્ણના આચારને કેવી રીતે આચરી શકે અને તે કેવી વ્યવસ્થાથી વ્યવહાર પરસ્પર બાંધી શકે ? તેના પ્રત્યુત્તરમાં કથવું પડશે કે બાહ્યરાજ્ય સામ્રાજ્યમાં જૈનધર્મિએ ચારવર્ણના ગુણકર્મોને સ્થલ વ્યવસ્થામાં આચારમાં મૂકવા જોઈએ અને જે તે સ્થૂલ વ્યવહારમાં ચાર વર્ણના ગુણકર્મોને, જેનો ન આચરી શકે તે ચાર વર્ણના ગુણકર્મો જે રીતે આવશ્યકરૂપે સ્વીકારવા જોઈએ તે ન સ્વીકારવામાં આવ્યાથી જૈનસામ્રાજ્ય વ્યવહાર અવ્યવસ્થિત અને નષ્ટપ્રાયઃ બની શકે તથા તેથી તે જગત્ વ્યવહારના અભાવે ધર્મની આરાધનામાં સર્વ જીવો ભાગ ન લઈ શકે કે જેનું દષ્ટાંત હાલના કાલમાં જેની જેવી દશા છે તેવી થાય, તેમજ જૈનોનું સંકીર્ણ ક્ષેત્રજ રહે અને જૈનોના વિશ્વવ્યાપકતારૂપ ક્ષેત્ર વિસ્તારને વિલોપ થાય. આમ થવામાં અને વિચારવામાં ઘણું કથવું અપેક્ષાએ બાકી રહે છે, તથાપિ નિર્ણય એટલો તે સાપેક્ષપણે ચોક્કસ થાય છે કે વર્ણવ્યવહાર ગુણકર્મોથી ગૃહસ્થ જેને વ્યવહારમાં સુવ્યવસ્થિત હોય તોજ જૈનજગતની સંરક્ષકતા અને અભિવૃદ્ધિ કરવા શક્તિમાન થાય છે. વ્યવહાર એ મર્યાદા છે. મર્યાદારૂપ વ્યવહાર તે નિયમિત સંકીર્ણતારૂપ છે, તથાપિ તેની અમુક દૃષ્ટિએ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ઉપયોગિતા અમુક છે માટે છે વા અમુક દશામાં છે તે અવબોધીને તેને નિશ્ચય કરીને તથા રીતિએ સ્થલ ધર્મ વ્યવહારમાં અને વર્ણાદિક વ્યવસ્થિતિમાં સંપ્રવર્તવાથી શાસન રક્ષા પ્રભાવનાદિ થઈ શકે છે.
પૂર્વે ચાતુર્વણય મનુષ્યો જેને હતા તદ્દતુ અધુના તથાવિધ સદુપાયથી ભવિષ્યમાં તેવી સ્થિતિ પુનઃ પ્રાપ્ત થાય એવી સ્થિતિ શક્ય છે? કારણે સામગ્રી અને ઉદ્ધારક મહાપુરૂષ ગીતાર્થોને ઉપદેશે તે શક્ય છે. સામા વિઘકારક મનુષ્યો ઉપસ્થિત થાય તે પણ શક્ય છે તેમ છતાં વિદ્ય
For Private And Personal Use Only