________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મકર્મ વર્ણ વિચાર
૧૪૧
માર્ગમાં સંચરવાને અને આત્માના સત્ય સુખમય મોક્ષપદની પ્રાપ્તિ માટે છે એમ અવાધાયા પશ્ચાત જૈનધર્મોપાસક ગમે તે વર્ષીય વા વર્ણ રહિત હોય તો પણ તત્સંબંધે વિશેષ લક્ષ ન દેતાં ધર્મદષ્ટિએ સ્વધર્મબધુ છે એવો નિશ્ચય કરીને તેને સર્વ રીતે વ્યાપારિક તથા આધ્યાત્મિક ઉચ્ચજીવન કરવાની સાહાય આપવી એ પરસ્પર જૈનનું વાસ્તવિક યાત્ય કર્તવ્ય સદા સ્મર્તવ્ય અને આરાધ્ય છે એમ અવબોધીને તેને આચારમાં મૂકી બતાવવું જોઈએ. વર્ણ વ્યવસ્થામાં વ્યવસ્થિત રહેવામાં ધર્મ છે એવી ઔપચારિક કલ્પનાને સત્ય તરીકે ન સ્વીકારવી જોઈએ. શ્રીવીરપ્રભુના ધર્મના સર્વ સેવકો સરખા છે. સર્વ ધર્મમાં સમાન હકક છે અને સર્વ ધર્મિબધુઓમાં આત્મા તે પરમાત્મા છે એવો ખ્યાલ પ્રગટવો જોઈએ. ધર્મ બાહ્યાચારો એ મોક્ષ પ્રતિ નિમિત્ત ભૂત છે. પરંતુ તે ભાવનારૂપરસથી શુન્ય થતાં ઝારના શુષ્ક સાંઠાના જેવા અવબોધીને મતભેદ કલેશથી ન રંગાતાં આત્મધર્મ પ્રગટાવવા નિમિત્તભૂત થાય એમ સર્વ મનુષ્યોએ અવબોધવું જોઈએ. ધમના બાહ્યાંગભૂત આચારોમાં બહુ મતભેદ, શુષ્કતા અને જડતા વધી જતાં ધામિક જન સમાજનું ચારિત્ર્ય શીથિલ થતું જાય છે અને જન સમાજની ઉપેક્ષા થતી જાય છે. જેનધર્મ પાળનારા મનુષ્યોમાં વર્ણ વ્યવસ્થાના આચારોમાં ઉચ્ચ ગુણની શુષ્કતા અને રજોગુણ અને તમે ગુણની અભિવૃદ્ધિ થતાં તેમાં શતકે શતકે અભિનવ પરિવર્તન થવા પામ્યું છે તેથી એતિહાસિક દષ્ટિધારકે યદિ તત્સંબંધી વર્ણવ્યવસ્થા, આચાર વ્યવસ્થા, રૂઢ ક્રિયા વ્યવસ્થા, ધર્મ સંસ્કાર વ્યવસ્થા વગેરેનું શાના આધારે વિલોકશે તે પરિવર્તન યુગનું સ્વરૂપ યથાતથ્ય તારવી કાઢશે. શ્રી વીરપ્રભુને ધર્મ પાળનારાઓ સર્વ પ્રકારની વર્ણાદિક વ્યવસ્થાથી સુદઢ હોય છે તો તેઓ ભવિષ્યની પ્રજામાં જૈનધર્માભિવૃદ્ધિનાં અને જૈનધર્મ સંરક્ષકતાનું સાહિત્ય અર્પવાને શક્તિમાન થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી ધર્મની સત્યતાને સંરક્ષનાર વ્યવહાર દશાના વાણિક આચારો જે રીતે જૈનધર્મની અભિવૃદ્ધિ થાય તે રીતે આદરવા યોગ્ય છે.
ચાતુર્વર્ણિક વ્યવસ્થાની યોજના પ્રધ્યાથી અન્યદૃષ્ટિએ જે જૈનધર્મની આરાધના માટે કથ્ય છે તેની આરાધનાની ઉપયોગિતામાં અવિરોધપણે ઉપર્યુકત કથન છે એમ અવબોધીને પરસ્પરાવિરોધકદાષ્ટએ સર્વ દૃષ્ટિનું કથ્ય સાપેક્ષપણે અધવું. વાણિક વ્યવસ્થા વ્યવસ્થિત મનુષ્યો ગૃહસ્થાવાસમાં ધર્મ અને કર્મ એ બેમાં પ્રવૃત્ત રહે છે અને ધર્મની
For Private And Personal Use Only