________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
ધર્મકર્મ વર્ણ વિચાર,
ઘડી કાઢવામાં આવે અને તે પ્રમાણે સર્વત્ર સર્વ વર્ણમાં જૈનધર્મ પ્રગટા વવામાં આવે તે જૈનધર્મરૂપ વૃક્ષના ભારતમાં ઉંડા મૂલ જાય અને તેથી ધર્મને નાશ ન થાય એમ નિશ્ચય કરી શકવામાં આવે છે. શ્રી વીરભુનું શાસને એકવીશ હજાર વર્ષ પર્યરત રહે એમ આગળમાં જણાવવામાં આવ્યું છે તે પણ આ રીતિએ જૈનધર્મ પુનઃ યુગપ્રધાન દ્વારા વર્ણ વિભાગમાં પ્રચલિત થઈ ચિરંજીવતાનું રૂ૫ ગ્રહે તે ઉપરની અપેક્ષા દ્વારા સંભવી શકે છે. ભવિષ્યમાં શું શું બને તે કદી શકાય નહિ પરંતુ એટલું તે ચોક્કસ છે કે ભવિષ્યમાં અનેક યુગપ્રધાને થશે અને તેઓ વડે ચાર વર્ણન ઉપર્યુકત કથિત ગુણકર્મોવડે ધાર્મિક મનુષ્ય વર્ગના ચાર વિભાગો પાડવામાં આવશે અને તેવી જનાઓવડે ધાર્મિક મહાસંઘની વૃદ્ધિ કરવામાં આવશે. હાલ જે જૈનેનું કંઈક બળ છે અને એક વેશ્યમાં વણિક જાતિ એકલીજ જૈનધર્મ પાળે છે તેવું ભવિષ્યમાં રહેવું કઠિન છે. ક્ષેત્રકાલાનુસારે આગ અને નિગમોના માવ્યો અને જમાને તથા અનુભવ એ સર્વની એકતા કરીને જૈનધર્મ પાલક મનુષ્યોના વિભાગો સ્થૂલધર્મ વ્યવહારાચારમાં સંસ્થાપિત કરવામાં આવશે અને અનુક્રમે થનાર યુગપ્રધાનને સર્વ સગવડતાઓ એવી મળશે કે તેઓ જૈનધર્મને સ્થૂલ વ્યવહારાચારમાં ચિરંજીવતાને પુનરૂદ્ધાર રૂપ સંસ્કાર આપ્યા કરશે. કથવું પડે છે કે અનેક પક્ષો આવી બાબતોમાં તે તે કાલે પડયા, પડે છે અને ભવિષ્યમાં પડશે તથાપિ મુખ્ય બળવંત જ્ઞાનના જૈન ધાર્મના ચિરંજીવતાના ઉપાય, વિચારપ્રવાહોનો જુસ્સો મહારૂપ પકડે છે. એવંભૂતમાં બન્યું, બને છે અને ભવિષ્યમાં બનશે.
ચાતુર્વણ પ્રજાની વ્યાવહારિક વ્યવસ્થામાં વસ્તુતઃ ઉચ્ચત્વ વા નીચવા માનીને આત્મજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પરસ્પર કેઈએ અન્તરાયભૂત થવું નહિ એમ શ્રી વીરભુએ સદુપદેશ દીધો છે. સર્વવર્ષીય મનુષ્યને જૈનધર્મ પાળવાની સત્તા છે. ધર્મમાં વર્ણ નાત જાતને ભેદ બાધક રૂપ નથી. એમ અવબોધીને પ્રત્યેક મનુષ્ય વ્યવહારે ગમે તે વર્ગમાં રહ્યા છતાં વા એક વર્ણરૂપ દશામાં છતાં પણ ધમની આરાધનામાં પશ્ચાત્ ન પડવું જે ઈએ. વર્ણ વ્યવસ્થા એ લૌકિક વ્યવહાર દષ્ટિએ તેના ગુણ કર્માનુસાર વિશ્વ
વ્યવસ્થા સંરક્ષામાં તથા ધર્મ સંરક્ષા પ્રવૃદ્ધિ આદિમાં ઉપયોગી છે. પરંતુ નિશ્ચય દૃષ્ટિએ તેની ઉપયોગિતા નથી એમ અનેક દૃષ્ટિએ તત્સંબંધી ચાર કરીને વર્તમાનમાં વર્ણાદિક વ્યવસ્થાની સાથે ધર્મની યોજના બર લાવવા અમુક વ્યાવહારિક દૃષ્ટિએ પ્રયત્ન કરવો એ ઉચિત છે. જૈન ધર્મ એ મોક્ષ
For Private And Personal Use Only