________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धर्मकर्म वर्ण विचार.
(સંવત ૧૯૬૭). ધર્મકર્મ રાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાવહારિક રાજ્યવ્યવસ્થા સંરક્ષક બંધનો અને ધાર્મિક રાજ્યવ્યવસ્થા સંરક્ષક નીતિ સૂત્રોનું પાસ્પિક સમાનત્વ પ્રાયઃ અવલોકાય છે. ધાર્મિક સમાજ બળના આધારે વ્યાવહારિક રાજ્યત્વ પ્રાદુર્ભાવ સંરક્ષકત્વ વ્યવસ્થાદિ વસ્તુતઃ ચિરસ્થાયી રહી શકે છે. એમ પૂર્વ દેશીય અને પાશ્ચાત્ય ધર્મનાં ઐતિહાસિક પુસ્તકો સાક્ષી પૂરે છે અને અદ્યપર્યત બહુ લતાએ યથાતથ્ય તાગ વ્યવસ્થાની વિચાર શ્રેણિ અને આચાર શ્રેણિનો સર્વત્ર પ્રચાર દશ્યમાન થાય છે. ધર્મ રાજકીય ચાતુર્વર્ણાદિ કર્મ પ્રવર્તક બંધારણોની ઉત્ક્રાતિકારક ધમ સમાજ બળનું સર્વત્ર સર્વથા સર્વદા વિચારોમાં અને આચારોમાં વાસ્તવિક સંરક્ષત્વ યાવત ઐક્ય સ્પરે છે તાવત વ્યાવહારિક રાષ્ટ્રીય ધર્મબળ પ્રવર્તક વિચારાચારનું ઐક્ય અને તધારા ચાતુર્વણ્ય કર્મ વ્યવસ્થાનિયમ સંરક્ષકત્વ જન સમાજ બળની ઉત્ક્રાન્તિના વિજય ઘેષોથી પૃથ્વી ગાજી ઉઠે છે. ધર્મરાજ્ય વ્યવસ્થા સંરક્ષક નિયમ બંધારણનું યદા ધર્મ સમાજમાં શૈથિલ્ય ઉદ્દભવે છે તદા વ્યાવહારિક રાજકીય સમાજ સંરક્ષક બંધારણમાં શિથિલ ઉદ્ભવે છે અને તેથી મન અને શરીરની વ્યવસ્થા, સંરક્ષા અને અવ્યવસ્થાવત્ ઐકય બળમાં પણ તાક સ્થિતિ સર્વત્ર અનુભવાય છે. ધાર્મિક રાજકીય તત્ત્વ સંરક્ષક ચાતુવર્ય કર્માધિકારના નાશથી રાષ્ટ્રીય સમાજની અવક્રાન્તિ સાથે વ્યાવહારિક રાષ્ટ્રીય સમાજબળ પિષક વ્યવસ્થા નિયમોની અવકાતિ તે તે ધર્મોમાં થતાં તે તે ધર્મોપાસક જનોનું વ્યાવહારિક બાહ્ય રાજ્યબળ તથા ધાર્મિક રાજ્ય બળ અવ્યવસ્થિત થતાં પરરાજ્યનું બાહ્યતઃ આક્રમણ થતાં પરતંત્રતાના દાસ થવું પડે છે.
મનુષ્ય પગ વડે સેવા કરી શકે છે. બાહુ વડે રક્ષા કરી શકે છે. ઉદર વડે સ્વાંગાને જીવાડી શકે છે અને શાપ વડે વિચાર કરી શકે છે. તેથી એ ચાર અંગે એમ જણાવે છે કે રાજ્યમાં, સમાજમાં, ધર્મ
For Private And Personal Use Only