________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
વા પાગલિક સુખની લાલસાએ જે પ્રભુની સેવા ભકિત પૂજા કરે છે તે પૂજા ભક્તિ સેવાનું વાસ્તવિક દ્લ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રભુની પ્રતિમા પ્રભુ રૂપ છે એવા ભાવ ધારણ કરી સેવક બનીને પ્રભુના ગુણાને સેવવા-પૂજવા-આરાધવારૂપ દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતાં ખરેખર સેવકના આત્મા તે પ્રભુરૂપ થાય છે. પ્રભુની ભકિત કરનારાઓમાં પ્રભુના ગુણા પ્રતિદિન પ્રગટતા જાય અને કષાયેાની મન્દતા પ્રતિદિન થતી જાય તા સમજવું કે તેનામાં ખરી ભક્તિ પ્રગટવા પામી છે. દ્રવ્ય અને ભાવથી ભકિત કરવી જોઇએ. પ્રભુની દ્રવ્ય અપેક્ષાએ અલ્પહાનિ છે અને લાભ ઘણા છે. ગૃહસ્થાએ પ્રતિદિન પ્રભુની પૂજા કરવી જોઇએ. સાધુએ ભાવસ્તવના અધિકારી છે. અક્ષરા રૂપ મૂર્તિના આલખન વડે જેમ જ્ઞાનની યાદી આવે છે તેમ પ્રભુ પ્રતિમાના અવલઅનથી સાક્ષાત્ પ્રભુનુ સ્મરણ થાય છે. રાગીનુ ચિત્ર દેખવાથી જેમ રાગ ઉત્પન્ન થાય છે તેમ વીતરાગની મૂર્તિ દેખવાથી વીતરાગ ગુણુનુ સ્મરણ સેવન થાય છે. આખી દુનિયા અનેક રીતિએ મૂર્તિપૂજક એમ વિદ્યાના કથે છે.
ગૃહસ્થાએ પ્રભુની ભકિતમાં ભાવની
For Private And Personal Use Only
૧૩૩